For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

NIDના સ્ટુડન્ટ્સે કાખ ઘોડી, ટોયઝ અને ફિલ્મ મેકિંગને નવો લૂક આપ્યો

NIDમાં પાર્ટીસિપેટ્રી ડિઝાઇન કોન્ફરન્સ (પીડીસી) અંતર્ગત પોસ્ટર એક્ઝિબિશન યોજાયું

Updated: Sep 2nd, 2022

એનઆઇડીમાં પીડીસી કોન્ફરન્સનું આયોજન કરાયું છે. કોન્ફરન્સ અંતર્ગત સ્ટુડન્ટ્સ દ્વારા પાર્ટીસિપેટ્રી ડિઝાઇન મેથડનો ઉપયોગ કરીને શિક્ષણ, આરોગ્ય અને ફિલ્મ મેકિંગ સહિતની સુવિધાઓ માટેની 30થી વધારે અવનવી ડિઝાઇનને પોસ્ટર સ્વરૂપે તૈયાર કરાઇ છે જેનું ડિસપ્લે કરવામાં આવ્યું છે. 

આંગણવાડીના બાળકો માટે ગેમ ડેવલપ કરી

Article Content Imageવાસણામાં આંગણવાડીના બાળકો એકબીજા સાથે સોશિયલ વર્ક કેવી રીતે કરી શકાય તેનું બેઝિક નોલેજ મળે તે માટે અર્લી ચાઇલ્ડવુડ ડેવલપમેન્ટ ટોપીક તૈયાર કર્યો છે. અમે બાળકોને પાર્ટીસિપેટ્રી ડિઝાઇન કરીને અભ્યાસની સાથે તેઓ સારી રીતે અભ્યાસકીય પ્રવૃત્તિઓ કરીને તેઓ બેઝિક નોલેજ સારી રીતે શીખી શકે છે. નાના બાળકોને ગેમ રમડાવાની સાથે તેઓ નવી ડિઝાઇન સાથેના રમકડાં બનાવ્યા હતા જેને લીધે બાળકો ઘણું બધું શીખી શકે છે. - વિનાયક - ગૌતમકુમાર 

બાળકોની રિયલ લાઇફને જોડીને ફિલ્મ બનાવી 

Article Content Imageફિલ્મ મેકિંગ વિથ સ્કૂલ ચિલ્ડ્રન પ્રોજેક્ટ હેઠળ શહેરના શ્રેયસ ફાઉન્ડેશનના 3થી 7 ધોરણના બાળકોને અભ્યાસની સાથે રિઅલ લાઇફની વાર્તામાંથી ફિલ્મ બનાવતા શીખવ્યું હતું. બાળકોએ પોતાના બેઝિક નોલેજ સાથે 15 મિનિટની ગુસ્સો, ડૉ.ડાકુ અને કીડા ખાવાવાળો છોકરો એવી ત્રણ ફિલ્મ બનાવી હતી. ડિઝાઇનર તરીકે વ્યક્તિ પોતાની જાતે વાર્તા બનાવીને ફિલ્મ બનાવી શકાય છે પણ બાળકોને ઇમ્પ્રેસ તેમનામાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવીને ફિલ્મને તૈયાર કરવામાં આવે છે. - લાલોન, પીએચ.ડી. સ્ટુડન્ટ

બામ્બૂમાંથી દિવ્યાંગો માટે કાખ ઘોડી તૈયાર કરી

Article Content Imageડિઝાઇન ફોર સ્પેશિયલનીડ ટોપીક સાથે પાર્ટીસિપેટ્રી ડિઝાઇન મેથડની મદદથી બામ્બૂમાંથી દિવ્યાંગ લોકો માટે કાખ ઘોડી બનાવી છે. અપંગ માનવ મંડળ તેમજ હાલના સમયમાં ઉપયોગ થતી કાખ ઘોડીની ડિઝાઇની સમસ્યાઓમાંથી પાર્ટીસિપેટ્રી ડિઝાઇન તૈયાર કરી છે. હાલના સમયમાં દિવ્યાંગ માટે માર્કેટમાં જે કાખ ઘોડી છે તેની સામે થોડી બેન્ડ કરીને નીચેના ભાગે ત્રણ રીતે ફરી શકે તે રીતે અને જમીન અને પાણીમાં ખસી જાય નહીં તે રીતે નવી ડિઝાઇન સાથે કાખ ઘોડી તૈયાર કરવામાં આવી છે. કાખ ઘોડીનું સસ્ટેનેબલ મટીરીયલ્સમાંથી તૈયાર કર્યું છે. વ્યકિત સામાન્ય રીતે કાખ ઘોડીથી ઊભા થવાથી શરીરના પાછળના ભાગને લાંબા સમયે નુકસાન થવાની શક્યતા રહેલી છે ત્યારે નોર્મલ રીતે વ્યકિત લાંબા સમય સુધી ચાલે તો પણ તેના કપડાં અને શરીરના અન્ય ભાગને નુકસાન થવાની શક્યતા ઘણી ઓછી છે. - ગૌતમકુમાર, નીલેશા ગીરી


Gujarat