સોમનાથ મંદિરની આસપાસ નોન-વેજ બેન યથાવત્: સુપ્રીમ કોર્ટે કહ્યું- 'મીઠાઈ ખાઈને દિવાળી ઉજવો!'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Somnath Temple bans non-vegetarian food and drink : સોમનાથ મંદિર ફરતે માંસાહાર ખાણીપીણીનો પ્રતિબંધ હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો છે. SCએ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો છે. હાઇકોર્ટે સોમનાથ મંદિરની આસપાસ માંસાહાર પકવવા, વેચવા અને સંગ્રહ કરવા મામલે પ્રતિબંધ લગાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં રેસ્ટોરન્ટ માલિકોએ દલીલ કરી હતી કે દેશમાં 80 ટકા લોકો માંસાહાર કરે છે. પ્રતિબંધના કારણે ધંધો બંધ થઈ જશે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, દરેક બાબતમાં સંતુલન જાળવવું જરૂરી હોય છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને વહેલી તકે અંતિમ નિર્ણય લેવા તાકિદ કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, અમે હાઇકોર્ટેને ઝડપી સુનાવણી કરવા અનુરોધ કરીએ છીએ. જજની બેંચ દ્વારા હળવાશમાં ટિપ્પણી કરવામાં આવી કે મીઠાઈ ખાઈને રોશનીના પર્વ(દિવાળી)ની ઉજવણી કરો. શાકાહાર-માંસાહારને બાજુ પર મૂકી દો.
10 ઑગસ્ટના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટે લગાવ્યો હતો પ્રતિબંધ
આ ઘટના 10 ઑગસ્ટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા સાથે જોડાયેલો છે. જેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે કેટલાક વિસ્તારોમાં દુકાનો, રેસ્ટોરન્ટ અને રસ્તા કિનારે માંસાહારી વાનગીઓ બનાવવા, વેચવા અને સંગ્રહ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. જેમાં સોમનાથ મંદિરની આસપાસના 500 મીટરના વિસ્તારનો સમાવેશ થાય છે.
જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ સામે હાઇકોર્ટથી સુપ્રીમ સુધી લડત
આ વિસ્તારના રેસ્ટોરન્ટ માલિકોએ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટની સિંગલ બેચે 30 ઑક્ટોબરના રોજ અરજીનો સ્વીકાર કરતાં ગુજરાત સરકાર પાસે જવાબ માગ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, તહેવારના સમયે કેટલાક વિશેષ વિસ્તારોમાં માંસાહારી ભોજનથી શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે છે અને તેમને અસુવિધા થાય છે.
સિંગલ બેચ દ્વારા માંસાહારના વેચાણ પરનો પ્રતિબંધ હટાવવા આદેશ કરાયો પરંતુ ડિવિઝનની બેંચે અંતિમ નિર્ણય પર સ્ટે લગાવી દીધો. જે પછી આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.




