માધવપુર 27મીએ મિનિ મથુરા બનશે સમુદ્રસ્નાન માટે ભાવિકો ઉમટી પડશે


દરિયામાં ભાઈબીજના દિવસે યમુનાજીના પ્રાગટયની માન્યતા : માધવપુરમાં સમુદ્રસ્નાનનું મથુરા-ગોકુલની યમુનાજી નદીનાં સ્નાન જેટલું જ મનાતું મહત્વ

માધવપુર, : ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી  સાથે ઘેરો નાતો ધરાવતા માધવપુરમાં ભાઈબીજના દિવસે દરીયામાં એક દિવસ યમુનાજીનું પ્રાગટય થતુ હોવાની માન્યતાને લઈને અહી આગામી તા. 27મીએર્  સમુદ્ર સ્નાન કરવા માટે દુર દુરથી હજારો ભાવિકો ઉમટી પડશે. 

લોકવાયકા એવી છે કે જે લોકો છેક ગોકુલ મથુરા યમુનાસ્નાન માટે જઈ ન શકે એ બધા જો માધવપુરના દરિયામાં ભાઈબીજના દિવસે સમુદ્ર સ્નાન કરે તો પણ યમુનાજી સ્નાન જેટલુ  જ પૂણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે આ ભૂમિ શ્રીકૃષ્ણની ધરતી છે અને યમુનાજી અહી સાક્ષાત છે.ભાઈબીજના દિવસે વહેલી સવારે દરિયાનું પાણી મીઠું થઈ જાય છેે. 

પૌરાણિક માન્યતા એવી છે કે સૂર્યનારાયણ,દેવી રાંદલના બે સંતાનો હતા જેમાં યમુનાજી અને યમરાજા..યમુનાજી ઠાકોરજીને મન કર્મ વચનથી વરી ચૂક્યા બાદ તેને તેના ભાઈ યમની ખુબજ યાદ આવતી હતી. આથી તેેણે ભાઈને ભોજન કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જેથી તે કારતક સુદ બીજના દિવસે યમરાજા ભોજન કરવા માટે પધાર્યા અને ભાવપૂર્વક બહેનને ત્યાં ભોજન કરી બહેનને વરદાન માંગવાનું કહ્યું હતુ.જેથી યમુનાજીએ પોતા માટે કંઈ માગ્યુ ન હતુ પણ અન્યો માટે અને ભક્તો માટે કહ્યું કે જેઓ યમુનાજીમાં સ્નાન પાન કરશે તેને યમરાજાનું તેડું ન આવે..આ દિવસે નર્કમાં પડેલા જીવોને પણ મુકત કરવામાં આવે તેમજ દર ભાઈ બીજના દિવસે ભાઈ તરીકે યમરાજા મારી ઘરે જમવા આવે આથી આ બધી માગણીઓ સ્વીકારી લીધી હતી. એ દિવસથી ભાઈઓ બહેનના ઘરે જમવા જાય છે, યમુના સ્નાન કરે છે અને યમુનાજી જલ પાન કરે છે. 

ભાઈબીજના દિવસે મછીયારાઓ હોડીની સેવા નિઃશૂલ્ક આપશે

ભાઈબીજના દિવસે અહી હજારો યાત્રિકો આવતા હોવાથી સ્થાનિક મછીયારા સમાજ બધાને સમુદ્રસ્નાન માટે હોડીની વિનામૂલ્યે સેવા આપશે, તેમજ કોઈ અકસ્માતની ઘટના ન બને એની તકેદારી માટે પોલીસ બંદોબસ્ત જાળવી રાખશે. બાપા સિતારામ મંડળ દ્વારા નિશૂલ્ક મંડપની વ્યવસ્થા કરાશે. સેવાભાવીએ પાણીના પરબો બાંધશે અને ભોજનવ્યવસ્થા પણ કરશે. અનેક સેવાભાવીઓ ઠંડા પીણા શરબતની સેવા પુરી પાડશે. કેટલાક તરવૈયાઓ પણ સેવા આપવા માટે માધવપુર પહોંચી જશે.

City News

Sports

RECENT NEWS