ઉનાની શાળામાં 200 ઉઠક - બેઠક કરાવાતાં વિદ્યાર્થીની તબિયત લથડી


રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયો : પ્રાર્થનામાં મોડા આવવા બદલ તથા સફાઈ નહીં કર્યા બાબતે શિક્ષકે સજા આપી

ઉના, : ઉનાની શાળામાં ભણતા ધો. 10ના વિદ્યાર્થીને શાળા શિક્ષકે પ્રાર્થનામાં મોડા આવવા અને સફાઈ ન કરવા બાબતે 200 ઉઠક - બેઠક કરાવતા વિદ્યાર્થીની તબિયત લથડતા રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયો છે.

ઉનામાં નાસ્તાની લારી ધરાવતા મહેશગીરી ગૌસ્વામીનો પુત્ર કરણ (ઉ.વ. 16) તળાવ કાંઠે આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ધો. 10માં અભ્યાસ કરે છે. તે શારિરીક રીતે નબળો હોઈ શાળાના સંચાલકોને ધ્યાન રાખવા મહેશગીરીે ભલામણ કરી  હતી. છતાં પ્રાર્થનામાં મોડા આવવા બદલ તથા શાળામાં સફાઈ ન કરવા બાબતે શિક્ષકે કરણને 200 ઉઠક - બેઠક કરાવી સજા આપી હતી.

તેથી બીજા દિવસે વિદ્યાર્થીની તબિયત લથડતા તેને તેના પિતા સારવાર માટે લઈ ગયા હતાં. પરંતુ વધુ તબિયત લથડતા રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયો છે. તબિબોએ કિડની ઉપર સોજા આવી જતા ડાયાલીસીસ માટે જણાવ્યું છે. ઉનામાં બનેલા આ બનાવથી ચકચાર વ્યાપી છે.

City News

Sports

RECENT NEWS