25મી જાન્યુઆરીથી વસતી ગણતરીનો બીજો તબક્કો, લોકોએ 40 પ્રશ્નોના જવાબ આપવા પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Census 2027 Questions : દેશમાં આગામી વસ્તી ગણતરી-2027ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 25 જાન્યુઆરી, 2027થી બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, જે 28 ફેબ્રુઆરી, 2027ના રોજ પૂર્ણ થશે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરી માટે અધિકારીઓને તાલીમ અપાઈ છે. કર્મચારીઓને પ્રશ્નોત્તરીથી માંડીને ડેટા સુરક્ષા અને હાઉસ લિસ્ટિંગ સુધીની તમામ પ્રક્રિયા સમજાવવામાં આવી છે.
બીજા તબક્કાની કામગીરી પહેલાં કર્મચારીઓને પ્રશ્નોત્તરીથી માંડીને ડેટા સુરક્ષા અને હાઉસ લિસ્ટિંગ સુધીની તમામ પ્રક્રિયા સમજાવાઈ
વસ્તી ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. દિવાળી બાદ હવે બીજા તબક્કાનું બ્યુગલ વાગી ચૂક્યું છે. બીજા તબક્કામાં ડોર-ટુ-ડોર કામગીરી શરૂ થાય તે પહેલાં ગાંધીનગરથી આવેલા માસ્ટર ટ્રેનર્સ દ્વારા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે તા. 25 અને 26 નવેમ્બરના રોજ બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
ડિજિટલ પદ્ધતિથી થશે વસ્તી ગણતરી
આગામી વસ્તી ગણતરી ડિજિટલ પદ્ધતિથી હાથ ધરવામાં આવશે. આ વખતે કામગીરીની પદ્ધતિમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે. કર્મચારીઓને અપાયેલી તાલીમ દરમિયાન કુલ 40 પ્રશ્નો આધારિત પ્રશ્નોત્તરી અંગે વિસ્તૃત સમજ અપાઈ હતી. વસ્તી ગણતરીની કામગીરીનું સંચાલન, માહિતીનું સંકલન અને સમગ્ર પ્રક્રિયાનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે અંગે પણ માર્ગદર્શન અપાયું છે. ચાર્જ અધિકારીઓને તેમની કામગીરીમાં ચોકસાઈ જાળવવા તેમજ ડેટાની ગુણવત્તા બાબતે વિશેષ ભાર મૂકવા જણાવાયું હતું.
આ 40 પ્રશ્નો લોકોને પૂછવામાં આવશે:
- વ્યક્તિનું નામ
- પરિવારના વડા/મુખિયા સાથેનો સંબંધ
- લિંગ
- જન્મ તારીખ અને ઉંમર
- વર્તમાન વૈવાહિક સ્થિતિ
- લગ્ન સમયની ઉંમર
- પતિ કે પત્નીનું નામ
- જાહેર કરેલી રાષ્ટ્રીયતા
- ધર્મ
- અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ
- પિતાની વિગત
- માતાની વિગત
- દિવ્યાંગતા / નિઃશક્તતા
- માતૃભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન
- સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની સ્થિતિ
- શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ મેળવવાની સ્થિતિ
- મેળવેલ શિક્ષણનું ઉચ્ચતમ સ્તર તથા વિદ્યાશાખા/વિષય
- ગયા વર્ષે કોઈ પણ સમયે કોઈ કામકાજ કર્યું છે કે કેમ?
- આર્થિક પ્રવૃત્તિની શ્રેણી
- વ્યવસાય
- ઉદ્યોગ, વેપાર અથવા સેવાનું સ્વરૂપ
- કર્મચારી / કર્મીનો વર્ગ
- બિન-આર્થિક પ્રવૃત્તિ (અલ્પકાલિક, અર્ધ-અલ્પકાલિક અને બિન-કર્મી માટે)
- કામની શોધમાં અથવા કામ માટે ઉપલબ્ધ (અલ્પકાલિક, અર્ધ-અલ્પકાલિક અને બિન-કર્મી માટે)
- કાર્યસ્થળ સુધીની મુસાફરી
- જન્મસ્થળ
- અગાઉનું નિવાસસ્થાન
- સ્થળાંતર / સ્થળ પરિવર્તનનું કારણ
- સ્થળ પરિવર્તન પછી આ ગામ/શહેરમાં નિવાસનો સમયગાળો
- કાયમી નિવાસસ્થાનનું સરનામું
- હાલમાં જીવિત બાળકોની સંખ્યા (માત્ર હાલમાં પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલ અને અલગ થયેલી મહિલાઓ માટે)
- અત્યાર સુધીમાં જીવિત જન્મેલાં બાળકોની સંખ્યા (માત્ર હાલમાં પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલ અને અલગ થયેલી મહિલાઓ માટે)
- છેલ્લા એક વર્ષ દરમિયાન જીવિત જન્મેલાં બાળકોની સંખ્યા (માત્ર હાલમાં પરિણીત મહિલાઓ માટે)
- કોવિડ-19 રસીકરણનું સ્થળ
- બેંક ખાતાઓની કુલ સંખ્યા
- મોબાઇલ નંબર (જો ઉપલબ્ધ હોય તો)
- આધાર નંબર
- મતદાર આઈડી નંબર (જો ઉપલબ્ધ હોય તો)
- પાસપોર્ટ નંબર (જો ભારતીય પાસપોર્ટ ધારક હોય તો)
- ડ્રાઇવિંગ લાઇસન્સની ઉપલબ્ધતા




