ગુજરાત પોલીસ ભરતી: LRD-PSI અને ટેક્નિકલ કેડરની 13,152 જગ્યા માટે આજથી ફોર્મ ભરાવાના શરૂ, જાણો ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસમાં વિવિધ કેડરમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં લોકરક્ષક કેડર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI) કેડર, ટેક્નિકલ કેડરમાં મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની પોસ્ટ પર કુલ 13,152 જગ્યાઓ માટે બુધવારે(26 નવેમ્બર) બપોરે 2 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. ઉમેદવારો OJASની સત્તાવાર વેબસાઇટ પરથી આગામી 16 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જાણો કયા કેટલી જગ્યાઓ અને ફી, લાયકાત સહિતની વિગતે માહિતી.
કુલ 13,152 જગ્યાઓ પર પોલીસમાં ભરતી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ(GPRB) અનુસાર, રાજ્યમાં પોલીસ બનવા ઇચ્છતા ઉમેદવારો માટે મોટાપાયે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં લોકરક્ષક કેડરમાં કુલ 12,752 જગ્યાઓ, PSI કેડરની 241 જગ્યાઓ મળી બંને કેડર કુલ 12,993 જગ્યાઓ ભરવામાં આવશે.
જ્યારે ટેક્નિકલ કેડરમાં મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝરની 26 જગ્યા અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની 133 જગ્યાઓ મળી કુલ 159 જગ્યા છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી ચૂકવાની રહેશે. જો કે, અનામત કેટેગરીના ઉમેદવારોને ફી ભરવાની રહેશે નહીં.
16 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે
પોલીસ ભરતીની ચારેય અલગ-અલગ કેડર માટે OJASની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર ઓનલાઇન ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. ઉમેદવારો આગામી 16 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
લોકરક્ષક કેડર(LRD)માં કુલ 12,752 જગ્યાઓ

PSI કેડરમાં 241 જગ્યાઓ પર ભરતી
લોકરક્ષક કેડરની સાથે PSI કેડરમાં પણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/4 મુજબ PSI કેડરની કુલ 241 જગ્યાઓ ભરાશે. આ ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.

ટેક્નિકલ કેડરમાં મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર

હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક

શારીરિક કસોટીના માપદંડ


ચારેય કેડરની જાહેરાત ક્રમાંક, પોસ્ટ, કુલ જગ્યા સહિતની માહિતી
જાહેરાત ક્રમાંક | પોસ્ટ | કુલ જગ્યા | OJAS પરનું સત્તાવાર નોટિફિકેશન |
GPRB/202627/1 | લોકરક્ષક કેડર | 12,752 | |
GPRB/202627/2 | હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક | 133 | |
GPRB/202627/3 | ટેક્નિકલ કેડરમાં મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર | 26 | |
GPRB/202627/4 | PSI કેડર | 241 |




