ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો! મનપા ચૂંટણીમાં 27 ટકા OBC સાથે નવું રોટેશન માળખું જાહેર, સિનિયર નેતાઓ ચિંતામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhinagar Municipal Corporation OBC Reservation: આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે 27 ટકા ઓબીસી અનામત સાથેનું નવું રોટેશન માળખું જાહેર કરી દીધું છે. મનપાના તમામ 11 વોર્ડની 44 બેઠકોનું નવું સમીકરણ સામે આવતા જ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.
અનેક સિનિયર નેતાઓએ પોતાની સીટ ગુમાવવી પડે તેવા સંયોગ
આ નવા અનામત ગણિતને કારણે વર્તમાન પદાધિકારીઓ અને કોર્પોરેટરોના અગાઉના પ્લાનિંગ ખોરવાઈ ગયા છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના અનેક સિનિયર નેતાઓએ પોતાની સીટ ગુમાવવી પડે અથવા તો અન્ય વોર્ડમાંથી દાવેદારી નોંધાવવી પડે તેમ છે. ચૂંટણી આયોગના આ નિર્ણય બાદ ભાજપ-કોંગ્રેસના તમામ દાવેદારો અને નેતાઓમાં પોતાની ટિકિટ અને વોર્ડ સુરક્ષિત કરવા માટે દોડધામ શરૂ થઈ ગઈ છે, જ્યારે પક્ષોના કાર્યાલયોમાં ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
- કુલ વોર્ડ: 11
- કુલ બેઠકો: 44 (જેમાંથી 22 બેઠકો સ્ત્રીઓ માટે અનામત)
- પછાતવર્ગ (OBC): 12 બેઠકો (જે પૈકી 6 બેઠકો મહિલાઓ માટે)
- અનુસૂચિત જાતિ (SC): 5 બેઠકો (જે પૈકી 2 બેઠકો મહિલાઓ માટે)
- અનુસૂચિત આદિજાતિ (ST): 1 બેઠક (જે મહિલા માટે અનામત)
- સામાન્ય (બિનઅનામત): 13 બેઠકો
કુલ અનામત બેઠક: 31
કુલ સામાન્ય બેઠક: 13

નિયમ મુજબ વારાફરતી (રોટેશન) ફાળવણી
ભારતના બંધારણના અનુચ્છેદ 243-K અને 243-ZA હેઠળ મળેલી અને મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન નિયમો અનુસાર દર 5 વર્ષે યોજાતી સામાન્ય ચૂંટણીઓમાં બેઠકોની વારાફરતી ફાળવણી કરવાની જોગવાઈ છે. વર્ષ 2021માં ગાંધીનગર મનપાની છેલ્લી ચૂંટણી યોજાઈ હતી. આથી આગામી સામાન્ય ચૂંટણી માટે 11 વોર્ડની 44 બેઠકો પર સ્ત્રી અનામત, સામાજિક-શૈક્ષણિક પછાતવર્ગ, SC, ST અને સામાન્ય વર્ગની બેઠકોનું રોટેશન પ્રમાણે નવું માળખું 'અનુસૂચિ-2' મુજબ અમલી બનાવવામાં આવ્યું છે.









