Gandhinagar

ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવો: દારૂબંધી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે સરકારને ઘેરી

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે કોંગ્રેસે પરિસરમાં દેખાવો કર્યા. કાયદો-વ્યવસ્થા, દારૂબંધીની નિષ્ફળતા અને લઠ્ઠાકાંડ મુદ્દે ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો. પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે અમિત ચાવડા સહિતના નેતાઓએ રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસે તાત્કાલિક કાયદો-વ્યવસ્થા સુધારવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાની માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસનો ઉગ્ર દેખાવો: દારૂબંધી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે સરકારને ઘેરી

Gujarat Assembly Congress Protest: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, દારૂબંધીની અમલવારીમાં નિષ્ફળતા અને લઠ્ઠાકાંડ જેવા ગંભીર મુદ્દાઓને લઈને સરકાર સામે જોરદાર મોરચો માંડ્યો હતો.

પ્લેકાર્ડ્સ સાથે સૂત્રોચ્ચાર અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો

મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના ધારાસભ્યો હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે ગુજરાત વિધાનસભા પરિસરમાં એકઠા થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે 'રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ રીતે ચાલી રહી છે.' તાજેતરમાં સામે આવેલા ઝેરી દારૂના કિસ્સાઓ અને વધતી ગુનાખોરીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

આ દેખાવોમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા સહિતના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું કે 'દારૂબંધીનો કડક અમલ કરાવવામાં ગૃહ વિભાગ અને સ્થાનિક તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.' કોંગ્રેસે માંગ કરી હતી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં આવે અને અસામાજિક પ્રવૃત્તિઓ પર તાત્કાલિક ધોરણે કડક અંકુશ લાવવામાં આવે.