Gandhinagar

ગાંધીનગરની કોર્પોરેશન ચૂંટણીમાં 59.25% સરેરાશ મતદાન, 1 લાખથી વધુ મતદારોએ વોટિંગ ના કર્યું!

By GS Team
12 Oct 20261 min read
TukuTouch Logo
ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો. સરેરાશ માત્ર 59.25 ટકા મતદાન નોંધાયું હતું. 269 મતદાન મથકો પર સવારથી પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ મતદારોની પાંખી હાજરી રહી. નાના છમકલા અને 4 EVM બદલવાની ફરજ પડી. ઓછું મતદાન રાજકીય પક્ષોના સમીકરણો બદલી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરની કોર્પોરેશન ચૂંટણીમાં 59.25% સરેરાશ મતદાન, 1 લાખથી વધુ મતદારોએ વોટિંગ ના કર્યું!

Gandhinagar Municipal Corporation Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ સાવ ઠંડો રહ્યો હતો. જેના પરિણામો દિવસના અંતે સરેરાશ માત્ર 59.25 ટકા જેટલું સામાન્ય મતદાન નોંધાયું હતું.

નાના મોટા છમકલા, ચાર બીયુ બદલવા પડ્યા

સ્થાનિક સ્વરાજ્યની મહત્ત્વપૂર્ણ ચૂંટણીમાં આટલું ઓછું મતદાન થતાં રાજકીય પક્ષોના સમીકરણોમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગાંધીનગર મનપાના તમામ 11 વોર્ડમાં આવેલા કુલ 269 મતદાન મથકો પર વહેલી સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, શરૂઆતના કલાકોથી જ મતદારોમાં મતદાન પ્રત્યે કોઈ ખાસ ચહેલપહલ જોવા મળી નહોતી. પ્રથમ બે કલાક એટલે કે સવારે 7થી 9 વાગ્યા દરમિયાન માંડ 5.80 ટકા જેટલું ધીમું મતદાન થયું હતું.

દિવસ આગળ વધતા મતદાનનો ગ્રાફ ઊંચો જશે તેવી રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્રની ધારણાઓ ખોટી સાબિત થઈ હતી, કારણ કે સવારે 11 વાગ્યા સુધીમાં પણ સરેરાશ મતદાન માત્ર 18.24 ટકા સુધી જ પહોંચી શક્યું હતું. બપોરના સમયની ગમી તેમજ નવરાત્રિ પર્વના પ્રારંભની અસર પણ જોવા મળી હતી, જેના કારણે લોકો તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત રહેતા મતદાન મથક સુધી પહોંચવાનું ટાળ્યું હોવાનું મનાય છે. આ સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન નાના-મોટા છમકલા લગભગ તમામ વોર્ડમાં જોવા અને સાંભળવા મળ્યા હતા, જ્યારે તકનીકી ખામી સર્જાવાને કારણે વોર્ડ નંબર 1,2,6, અને 10માં ઈવીએમ બદલવા પડ્યા હતા.