Futuristic

કોડિંગ વગર ફોનથી 35 મિનિટમાં 57 AI એજન્ટ બનાવી દીધા

By GS Team
22 Nov 20263 mins read
TukuTouch Logo
હૈદરાબાદમાં 38 પ્રોફેશનલ્સે માત્ર સ્માર્ટફોન અને વોટ્સએપનો ઉપયોગ કરીને 35 મિનિટમાં 57 AI એજન્ટ બનાવ્યા. આ માટે કોઈ કોડિંગ કે લેપટોપનો ઉપયોગ થયો ન હતો. આ ઉપરાંત, તેલંગાણામાં પંજાગુટ્ટા પોલીસ સ્ટેશન ભારતનું પ્રથમ AI આધારિત પોલીસ સ્ટેશન બનશે, જ્યાં ફરિયાદ નોંધવાથી ચાર્જશીટ સુધીના કાર્યોમાં AIનો ઉપયોગ થશે. ભારતમાં AIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોડિંગ વગર ફોનથી 35 મિનિટમાં 57 AI એજન્ટ બનાવી દીધા

બેન્કિંગ, હ્યુમન રિસોર્સ, ક્લાઉડ સર્વિસ જેવા ક્ષેત્રોની કામગીરી કરતા ચેટબોટ્સ હતા
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એજન્ટ બનાવવા એ મુશ્કેલ કામ છે. કોડિંગમાં નિષ્ણાત સોફ્ટવેર ડેવલપર જ આ પ્રકારની એપ્સ બનાવી શકે છે. જો તમે પણ આવું વિચારતા હોવ તો જણાવી દઈએ કે હવે એવું રહ્યું નથી. હકીકતમાં, હૈદરાબાદમાં થયેલા એક તાજેતરના પ્રયોગે સાબિત કરી દીધું છે કે માત્ર એક સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પણ AI ટૂલ બનાવી શકાય છે. ૩૮ પ્રોફેશનલ્સના એક ગ્રુપે લગભગ ૩૫ મિનિટમાં ૫૭ કામ કરતા AI એજન્ટ બનાવ્યા છે. ખાસ વાત તો એ છે કે આ માટે તેમણે ન તો કોઈ લેપટોપનો ઉપયોગ કર્યો અને ન તો કોઈ કોડ લખ્યો. તેમણે બસ પોતાના ફોનના વોટ્સએપનો ઉપયોગ કરીને AI એજન્ટ બનાવ્યા છે.
આ માટે તેમને કોઈ મુશ્કેલ સોફ્ટવેરનું સેટિંગ કરવાની જરૂર પડી ન હતી. તેમણે બસ એ લખીને જણાવ્યું કે તેમને પોતાના AI એજન્ટ પાસેથી શું કામ કરાવવું છે અને તે મેસેજને ફ્યુચર પ્રૂફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલા એક વોટ્સએપ ચેટબોટ પર મોકલી દીધો. ચેટબોટે આ મેસેજને તરત જ સમજી લીધા અને તેમને કામ કરતા AI એજન્ટોમાં બદલી દીધા, સાથે જ દરેક માટે એક અલગ વેબ લિંક પણ આપી દીધી.
આ ઇવેન્ટ દરમિયાન બનાવવામાં આવેલી આ એપ્સ માત્ર સામાન્ય વાતચીત કરનારા ચેટ ટૂલ ન હતા. આ બેન્કિંગ, હ્યુમન રિસોર્સ, ક્લાઉડ સર્વિસ અને ઇન્શ્યોરન્સ જેવા ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવેલા એવા ઉકેલો હતા, જેમને રોજિંદી વાસ્તવિક સમસ્યાઓ હલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. એક પ્રોફેશનલે લોન પ્રી-સ્ક્રીનર એજન્ટ તૈયાર કર્યો.

તેલંગાણામાં દેશનું પહેલું AI પોલીસ સ્ટેશન શરૂ થશે
ભારતમાં સરકારી વિભાગોમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તેલંગાણામાં હૈદરાબાદ નજીક પંજાગુટ્ટા પોલીસ સ્ટેશનને ભારતના પહેલા AI આધારિત પોલીસ સ્ટેશન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, ડિસેમ્બરમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભારતના પહેલા AI પોલીસ સ્ટેશનની કામગીરી શરૂ થઈ શકે છે, જેમાં ફરિયાદ નોંધવાથી લઈને ચાર્જશીટ બનાવવા સુધીના જરૂરી કામોમાં AIનો ઉપયોગ કરવામાં આવશે. દાવો છે કે આ પોલીસ સ્ટેશનને દેશના પહેલા AI-આધારિત પોલીસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશનની કામગીરીમાં AIને સામેલ કરવામાં આવી રહ્યું છે, જેથી પોલીસકર્મીઓ અને સામાન્ય નાગરિકો બંનેને ફાયદો મળે. આવનારા દિવસોમાં આ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાથી લઈને કેસ ડાયરી બનાવવા, તપાસ રિપોર્ટ તૈયાર કરવા અને ચાર્જશીટ ફાઈલ કરવા જેવા કામોમાં AIનો ઉપયોગ થશે. આ પોલીસ સ્ટેશનમાં ઘણી સુવિધાઓ પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે. આમાંથી એક છે SETU કિઓસ્ક. તેની મદદથી લગભગ ૧૦ ભાષાઓમાં આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય છે. જે લોકો સ્થાનિક ભાષા જાણતા નથી, તેમને આ સુવિધાથી ઘણી મદદ મળે છે. આ AI સિસ્ટમ પીડિતોની ભાષાનું ત્યાંની સ્થાનિક ભાષામાં અનુવાદ કરી દે છે અને પોલીસ અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચી જાય છે. આનાથી સમયની બચત થાય છે અને પોલીસ અધિકારીઓ મામલામાં સમયસર કાર્યવાહી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, AIના ક્ષેત્રમાં ભલે મુખ્ય સ્પર્ધા અમેરિકા અને ચીન વચ્ચે હોય, પરંતુ આ ટેકનોલોજીને અપનાવવામાં ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્ટેનફોર્ડ યુનિવસટીના ગ્લોબલ AI વાઇબ્રન્સી રિપોર્ટમાં ભારત ત્રીજા સ્થાને છે.