Get The App

પીઢ અભિનેત્રી જીનત અમાનનો માંડ માંડ જીવ બચ્યો, બીપીની ગોળી ગળામાં ફસાઈ ગઇ હતી

Updated: Jan 22nd, 2025

GS TEAM


Google News
Google News
પીઢ અભિનેત્રી જીનત અમાનનો માંડ માંડ જીવ બચ્યો, બીપીની ગોળી ગળામાં ફસાઈ ગઇ હતી 1 - image


Image Source: Twitter

Zeenat Aman:  પીઢ અભિનેત્રી જીનત અમાનને કોઈ પરિચયની જરૂર નથી. આ અભિનેત્રીએ પોતાના કામથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. ફિલ્મોમાં કામ કરવાની સાથે-સાથે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. હવે તાજેતરમાં જ તેણે એક પોસ્ટ શેર કરી છે જેનાથી તેમના ચાહકોની ચિંતા વધી ગઈ છે. ગઈકાલે રાત્રે તેની સાથે એક એવી ઘટના ઘટી કે તેનાથી તે ખૂબ જ ડરી ગઈ છે. અભિનેત્રીના ગળામાં બીપીની ગોળી ફસાઈ જતા તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો.

ગોળી ગળામાં ફસાઈ ગઇ હતી

જીનતે જણાવ્યું કે, અંધેરી ઈસ્ટના એક સ્ટુડિયોમાં દિવસભર શૂટિંગ કર્યા બાદ ઘરે પાછી આવી ત્યારે રાત્રે સૂતા પહેલા મેં બ્લડ પ્રેશરની દવા પીવા ગઈ તો આ ગોળી મોંમાં નાખી અને પાણી પીધું પરંતુ ગોળી ગળામાં ફસાઈ ગઈ અને વારંવાર પાણી પીવા છતાં તે ફસાઈ જ રહી. આ દરમિયાન અભિનેત્રીનો શ્વાસ લગભગ બંધ થઈ ગયો હતો અને તેને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી.



શ્વાસ લેવું મુશ્કેલ થઈ ગયુ હતું

અભિનેત્રીએ જણાવ્યું કે, ન તો હું ગોળી ગળી શકતી હતી કે ન તો થૂંકી શકતી હતી. મેં ઘણું પાણી પીધું પરંતુ ગોળી સહેજ પણ ન હલી. તે સમયે ઘરે પણ કોઈ નહોતું. હું ખૂબ જ ડરી ગઈ હતી. મેં ડોક્ટરને ફોન કર્યો તો સતત વ્યસ્ત આવી રહ્યા હતા. પછી મેં મારા દીકરા જહાનને બોલાવ્યો. જહાન ત્યારે ક્યાંક બહાર હતો અને જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યાં સુધીમાં મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી.

ત્યારબાદ જહાન પોતાની માતાને ડોક્ટોર પાસે લઈ ગયો. અભિનેત્રીએ પોસ્ટમાં જણાવ્યું કે, ડૉક્ટરે કહ્યું છે કે, ગોળી ધીમે-ધીમે ઓગળી જશે. ત્યારબાદ અભિનેત્રીએ આગામી કેટલાક કલાકો સુધી ધીમે-ધીમે ગરમ પાણી પીવાનું ચાલુ રાખ્યું. હવે ધીમે-ધીમે તેની તબિયતમાં સુધારો આવ્યો છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને શત્રુઘ્નની ગાડીને ધક્કો મારવો પડતો, બિગ બીએ કહ્યું- હાવ ભંગાર ગાડી હતી

જીનત અમાનનું વર્ક ફ્રન્ટ

1970થી 80 સુધી ફિલ્મોમાં પોતાનો જલવો દેખાડનારી સિઝલિંગ અભિનેત્રી જીનત અમાન હજુ પણ અલગ-અલગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. જીતનત અમાનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં મનીષ મલ્હોત્રાનો શો બન ટિક્કીમાં દેખાશે. આ ઉપરાંત તે નેટફ્લિક્સની સીરિઝ ધ રોયલ્સમાં પણ દેખાશે. 

Tags :