બિગ બોસની ઓફર શા માટે ઠુકરાવી? ઝરીન ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો
Zareen Khan: અભિનેત્રી ઝરીન ખાને બોલિવૂડમાં ફિલ્મ 'વીર'થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ કેટરિના કૈફ સાથે સતત તેની તુલના થઈ રહી હતી જે તેના કારકિર્દી માટે મોટી અડચણ બની ગઈ હતી. તેને બીજી ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ હતી. જો કે 'Bigg Boss' મેકર્સે પણ તેને શો માટે અપ્રોચ કરી હતી. હોસ્ટ સલમાન પણ તેનાથી પરિચિત છે. જો કે, ઝરીને આ શૉની ઓફર ઠુકરાવી હતી. તેનું કહેવું છે કે ખોટી વાત તે સહન નથી કરી શકતી. શોમાં તે કોઈને પણ લાફો મારી શકે છે.
ઘરથી દૂર નથી રહી શકતી ઝરીન
ઝરીન ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે વધારે સમય સુધી ઘરથી દૂર નથી રહી શકતી. તેણે 'Bigg Boss' મેકર્સ દ્વારા મળેલી ઓફર વિશે કહ્યું કે 'મને 'Bigg Boss' શો ખૂબ પસંદ છે, મે શો ના માત્ર બે કે ત્રણ સિઝન જ મિસ કર્યા હશે બાકી બધા જોયા છે, મને પણ આ શોની ઓફર મળી હતી, પરંતુ મારા પર ઘણી મોટી જવાબદારીઓ છે એટલે હું ક્યાંય પણ જઇને મહિનાઓ સુધી રોકાવાનું ન વિચારી શકું. મને નથી લાગતું કે માંરૂ ઘર મારા વગર ચાલી શકે છે, હું પૈસાની વાત નથી કરી રહી. મારે 10 હજાર કામો જોવા પડે છે. જો એક દિવસ માટે ટ્રાવેલ કરું તો મારી માતાને પાંચથી સાત વાર ફોન કરી તેમની તબિયત વિશે પૂછવું પડે છે. આ સૌથી મોટું કારણ છે.'
આ પણ વાંચો : સલમાન ખાનની બેટલ ઓફ ગલવાનમાં નવા એક્ટરની એન્ટ્રી, ઈન્ડિયન આર્મી ઓફિસરની ભૂમિકા ભજવશે?
કોઈની ઉલટી વાતો હું સહન નથી કરી શકતી
ઝરીને આગળ કહ્યું 'બીજી વસ્તુ એ પણ છે ઘણાં લોકો સાથે હું એક ઘરમાં રહી ના શકું. મને મિત્ર બનાવવામાં સમય નથી લાગતો, પણ ખબર નહીં કે હું કેટલી સહજ રહી શકીશ. બીજુ મોટું કારણ એ છે કે હું ઉલટી વાત કે ખોટું વર્તન જરાય સહન નથી કરી શકતી. કોઈ ઉલટી વાત કરશે, તો મારો તો તેની પર હાથ ઉઠી જશે, પછી મને એલિમિનેટ કરવામાં આવશે. એનાથી સારું છે કે હું જ આ શોમાં ન જાઉં.'