સલમાન ખાનની બેટલ ઓફ ગલવાનમાં નવા એક્ટરની એન્ટ્રી, ઈન્ડિયન આર્મી ઓફિસરની ભૂમિકા ભજવશે?
Battle Of Galwan: અભિનેતા સલમાન ખાન તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેટલ ઑફ ગલવાન' (Battle Of Galwan) ને લઇને ચર્ચામાં છે. રિપોર્ટ્સ પ્રમાણે અમુક દિવસો પહેલા જ ફિલ્મને લીડ એક્ટ્રેસ મળી ગઈ છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ફિલ્મને સાઈડ લીડ એક્ટર પણ મળી ગયો છે, જે સલમાન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ચાલો જાણીએ કે આ વૉર ડ્રામા મૂવીમાં કયા અભિનેતાની એન્ટ્રી થઈ છે.
આ પણ વાંચો : સિંગર અરિજિત સિંહ હવે ફિલ્મ દિગ્દર્શક બનશે
'બેટલ ઑફ ગલવાન'માં જોવા મળશે આ અભિનેતા
'બેટલ ઑફ ગલવાન' ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણની કહાણીને ડિરેક્ટર અપૂર્વ લખિયા સલમાન ખાન સ્ટારર મૂવી પડદા પર દેખાડશે. અમુક દિવસો પહેલા એવા રિપોર્ટ્સ મળ્યા હતા કે ફિલ્મની લીડ એકટ્રસ તરીકે ચિત્રાંગદા સિંહની એન્ટ્રી કન્ફર્મ થઈ છે. હવે આ ફિલ્મમાં અભિનેતા અંકુર ભાટિયાનું નામ કન્ફર્મ થયું છે. અંકુરે પોતે તેના ઓફિશિયલ ઇંસ્ટા હેન્ડલ પર 'બેટલ ઑફ ગલવાન'નો ફર્સ્ટ લૂક પોસ્ટરને શેર કરતાં આ વાતની જાણકારી આપી હતી. સલમાન સાથે તેની આ મોટી ફિલ્મ છે. જણાવી દઈએ કે અંકુર સુષ્મિતા સેનની વેબ સીરિઝ આર્યામાં પણ સંગ્રામની ભૂમિકા ભજવી લોકોનો ખૂબ પ્રેમ મેળવ્યો હતો.
ફિલ્મ માટે સલમાન કરી રહ્યો છે સખત મહેનત
રિપોર્ટ્સ પ્રમાણે અંકુર ભાટિયાની ફિલ્મ 'બેટલ ઑફ ગલવાન'માં સલમાન ભારતીય સેનાના જવાનની ભૂમિકામાં જોવા મળશે. સલમાન તેની પહેલી બાયોપિક માટે સખત મહેનત કરી રહ્યો છે. દરરોજ 4 કલાક જિમમાં પરસેવો પાડી રહ્યો છે. એ સિવાય એક્શન સિકવન્સ માટે ખાસ ફાઇટની ટ્રેનિંગ પણ લઇ રહ્યો છે.