Get The App

દુનિયાની સૌથી મોંઘી ફિલ્મનું હોશ ઊડી જાય એવું બજેટ, 4000 કરોડની 'રામાયણ' પણ ઘણી પાછળ

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયાની સૌથી મોંઘી ફિલ્મનું હોશ ઊડી જાય એવું બજેટ, 4000 કરોડની 'રામાયણ' પણ ઘણી પાછળ 1 - image
Image source: instagram/IANS 

Ramayana VS Avengers: બોલિવૂડ જ્યાં રણબીર કપૂર અને યશ સ્ટારરની ‘રામાયણ’ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યું  છે, ત્યાં હોલિવૂડ પણ પાછળ નથી રહ્યું. રામાયણનું બજેટ સાંભળી બધાના હોશ ઉડી જશે. 4000 કરોડ રૂપિયાના ખર્ચે નિતેશ તિવારી આ ફિલ્મને બનાવી રહ્યો છે. પણ શું તમે જાણો છો કે હોલિવૂડમાં પણ એક ફિલ્મ બની રહી છે, જેના બજેટે બધાને હચમચાવી દીધા છે. 

બોલિવૂડમાં આમ તો ઘણી મોંઘી ફિલ્મો બની છે, પરંતુ રામાયણને બોલિવૂડની જ નહીં પણ દુનિયાની સૌથી મોંઘી ફિલ્મોની યાદીમાં જગ્યા મળી શકે છે. પરંતુ આ લિસ્ટમાં સૌથી પહેલું નામ હંમેશા હોલિવૂડનું રહ્યું છે. હાલમાં હોલિવૂડની ફિલ્મ સ્ટાર વૉર્સ પાસે આ સ્થાન છે, હોલિવૂડમાં Marvelsની રિલીઝ થનારી ફિલ્મ Avengers Doomsday, Star Wars પાસેથી આ પદવી છીનવી શકે છે. આ ફિલ્મનું બજેટ લગભગ 1 બિલિયન ડૉલર્સ એટલે કે આશરે રૂ. 8500 કરોડ હોવાનું કહેવાય છે. આ ફિલ્મ માર્વેલની ફિલ્મ માટે ખૂબ જરૂરી છે, કારણકે Avengers: Endgame પછી કોઈ પણ ફિલ્મ અત્યાર સુધી કમાણીના મામલે અને ચાહકોની પસંદગીની બાબતમાં ખાસ કોઈ કમાલ દેખાડી નથી. હવે આ ફિલ્મ પણ મોટી સફળતા હાંસલ કરી શકી નથી.   

આ પણ વાંચો : કેટરીના કૈફનું અસલ નામ જાણી ચોંકશો, B ગ્રેડ ફિલ્મોથી કરી, સલમાનનો સાથ મળ્યો અને ભાગ્ય ચમક્યું

એક રિપોર્ટ પ્રમાણે માર્વેલે આ ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શનમાં જ અંદાજે 8 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. ફિલ્મ અત્યારે પણ એ સ્ટેજ પર છે. ફિલ્મનું બજેટ વધવા પર પણ બે ખાસ કારણ છે કે ફિલ્મમાં VFXનું ઘણું વધારે કામ છે અને આ ફિલ્મમાં MCU યુનિવર્સના સૌથી વધુ સ્ટાર્સ હાજર થઈ રહ્યા છે.આ ફિલ્મમાં સૌથી વધારે હાઇપ પણ એટલે જ છે કારણકે ફિલ્મમાં આયર્ન મેન ફિલ્મના આયર્ન મેનની ભૂમિકા ભજવનાર એક્ટર રોબર્ટ ડાઉની જુનિયર પણ વાપસી કરી રહ્યા છે. 



Tags :