મુસ્લિમ એક્ટ્રેસ સાથે સચિને કર્યા લગ્ન, એના માટે રોઝા પણ રાખે, અભિનેત્રી ઉજવે હોળી-દિવાળી

Sachin Tyagi -Rakshanda Khan : 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ અભિનેતા સચિન ત્યાગીએ મુસ્લિમ ધર્મની અભિનેત્રી રક્ષંદા ખાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ કપલ પોતાના જીવનમાં ખૂબ ખુશ છે.બંને એકબીજાના ધર્મનું ખૂબ જ સન્માન કરે છે. રક્ષંદા દિવાળી અને હોળીના તહેવાર ઉજવે છે, જ્યારે સચિન તેની પત્ની સાથે રમઝાન ઉજવે છે અને ઉપવાસ રાખે છે.
આ પણ વાંચો: વિદ્યા બાલનની કહાની થ્રીની સ્ક્રિપ્ટ તૈયારઃ ટૂંક સમયમાં શૂટિંગ
બે ધર્મો વચ્ચે કોઈ ફરક નથી: સચિન
જોકે, સચિનને આ મેનેજ કરવું ક્યારેક ક્યારેક ખૂબ મુશ્કેલ બની જાય છે. આ વિશે તેમણે ટેલી મસાલા સાથે વાત કરીને કહ્યું કે, તેમના માટે બે ધર્મો વચ્ચે કોઈ ફરક નથી.
કેમ દુનિયા એકબીજાને ભેદભાવની નજરે જોવે છે
સચિને કહ્યું કે, 'મુંબઈના ભેજવાળા વાતાવરણમાં 30 દિવસ ભૂખ્યા અને તરસ્યા રહેવું ખૂબ જ મુશ્કેલ છે. ખબર નથી કે કેમ દુનિયા એકબીજાને ભેદભાવની નજરે જોવે છે. જ્યારે આપણે આવા પ્રસંગોમાં એકસાથે મળીએ છીએ, ત્યારે બધા ખુશ થાય છે.'
હું પણ રક્ષંદા સાથે ઉપવાસ રાખું છું
સચિને આગળ કહ્યું, 'પહેલા મને ખૂબ જ આશ્ચર્ય થતું હતું. મારી સૌથી ઊંડી યાદગીરી છે કે કોઈ 30 દિવસ સુધી આવું કેવી રીતે કરી શકે, આ ખૂબ અવિશ્વસનીય લાગતું હતું અને હવે તે ફક્ત મારા ઘરમાં જ થાય છે. હું પણ રક્ષંદા સાથે ઉપવાસ રાખું છું. પરંતુ ક્યારેક હું પણ મારી જાતને કાબુમાં રાખી શકતો નથી. ક્યારેક હું નથી કરી શકતો પણ પછી મને લાગે છે, કે તે નથી ખાતી અને હું ખાઈ લવું આ મને સારુ નથી લાગતું.'
આ પણ વાંચો: બોલિવૂડ અભિનેતા સોનુ સુદની પત્નીને નડ્યો અકસ્માત, ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ
મહત્ત્વની વાત એ છે, તમે જે પણ મનથી કરો કરશો, પ્રેમ અને વિશ્વાસ સાથે બઘુ થઈ જશે. શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવે છે. શ્રદ્ધા વિશે એવું કહેવાય છે કે જો માણસમાં શ્રદ્ધા હોય તો તે પાણી પર પણ ચાલી શકે છે.
રક્ષંદા અને સચિન 2008 માં શો "કહીં કહીં પ્યાર કહીં કહીં યાર" ના સેટ પર મળ્યા હતા. એ પછી તેઓ પ્રેમમાં પડ્યા અને 15 માર્ચ 2014 ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા.

