Get The App

બોલિવૂડ અભિનેતા સોનુ સુદની પત્નીને નડ્યો અકસ્માત, ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ

Updated: Mar 25th, 2025

GS TEAM

Google News
Google News
બોલિવૂડ અભિનેતા સોનુ સુદની પત્નીને નડ્યો અકસ્માત, ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ 1 - image


Sonu Sood Wife Accident: બોલિવૂડઅભિનેતા સોનુ સુદની પત્ની સોનાલી સુદની કારને મુંબઈ-નાગપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં સોનાલી તેની બહેન અને ભત્રીજા સાથે મુસાફરી કરી રહી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.



કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર

અહેવાલો અનુસાર, સોનાલી સુદનો અકસ્માત સોમવારે મોડી રાત્રે મુંબઈ-નાગપુર હાઇવે પર થયો હતો. તે તેની બહેન અને ભત્રીજા સાથે ક્યાંક જઈ રહી હતી. તેમની કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં સોનુ સુદની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ છે. સોનુ સુદે તેની પત્નીની સ્થિતિ વિશે માહિતી આપી અને કહ્યું, 'તે હવે ઠીક છે. ભગવાનની કૃપાથી તે બચી ગઈ છે.'

આ પણ વાંચો: 'ફરી એકવાર પ્રેમ કરવા તૈયાર...' હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ નતાશાએ કર્યુ મૂવ ઓન

સોનાલી સુદ કોણ છે?

અભિનેતા સોનુ સુદની પત્ની લાઈમલાઈટથી દૂર રહે છે. તેમનો જન્મ નાગપુરમાં થયો હતો. તેમણે MBA કર્યું છે. તે હાલમાં નિર્માતા છે. તે ઘર અને બાળકોની પણ સંભાળ રાખે છે. સોનુ સુદ અને સોનાલી સુદને ઇશાંત અને અયાન નામના બાળકો છે.

બોલિવૂડ અભિનેતા સોનુ સુદની પત્નીને નડ્યો અકસ્માત, ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ 2 - image

Tags :