જ્યારે અંડરવર્લ્ડ સામે આખું બોલિવૂડ થથરતું હતું ત્યારે શાહરૂખ ખાને લીધી હતી ટક્કર: જાણીતા ડિરેક્ટરનો ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shah Rukh Khan Not Afraid By Underworld Threat: હિન્દી સિનેમામાં એક એવો દોર આવ્યો હતો, જ્યારે અંડરવર્લ્ડ તરફથી મળેલી ધમકીઓ અને હુમલાઓથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી થરથરતી હતી. એ સમયે કેટલાય મોટા-મોટા સુપરસ્ટાર્સને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. તેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનનું નામ પણ સામેલ હતું.
હવે 'કાંટે' જેવી અનેક ફિલ્મ બનાવનારા નિર્દેશક સંજય ગુપ્તાએ આ વાતનો ખુલાસો કર્યો છે કે, જ્યારે શાહરૂખ ખાનને અંડરવર્લ્ડ તરફથી ધમકી મળી તે પછી કિંગ ખાનની પ્રતિક્રિયા શું હતી.
અંડરવર્લ્ડથી ડર્યા નહોતા શાહરૂખ ખાન
છેલ્લી સદીના છેલ્લા દાયકામાં મોટા-મોટા સ્ટાર્સથી લઈને ફિલ્મમેકર્સ સુધી અંડરવર્લ્ડની ધમકીઓ મળતી હતી. જોકે ફિલ્મમેકર સંજય ગુપ્તાનો દાવો છે કે, આ દોરમાં એકમાત્ર અભિનેતા શાહરૂખ ખાન ક્યારેય દબાણમાં નહોતા આવ્યા અને તેમણે તેની સાથે ટક્કર લીધી હતી. સંજયે તાજેતરમાં જ યૂટ્યૂબ ચેનલ પર થયેલી વાતચીતમાં જણાવ્યું કે જો કોઈ એક વ્યક્તિ હતો, જેણે અંડરવર્લ્ડ તરફથી મળેલા કોઈપણ ઓફરને સ્વીકારવાની ના પાડી દીધી, તો તે શાહરૂખ ખાન હતા.
સંજયે કહ્યું કે, 'મનીષા કોઈરાલાના સેક્રેટરી હતા, ખૂબ જ સીધા-સાદા માણસ હતા. પછી એક દિવસ કોઈ તેમના ઓફિસમાં આવ્યું અને તેમને ગોળી મારીને જતું રહ્યું. આ પછી રાકેશ રોશન પર પણ ગોળી ચલાવવામાં આવી. અમે લોકો એ સમયે સરળ અને સોફ્ટ ટાર્ગેટ હતા. આ માત્ર ખંડણી માટે આવનારા કોલ્સ નહોતા, મામલો આનાથી ઘણો અલગ હતો.'
તેમણે આગળ જણાવ્યું કે, 'એ દોરમાં લગભગ દરેક મોટા અભિનેતા અને અભિનેત્રીને અંડરવર્લ્ડની ફિલ્મોમાં કામ કરવા માટે કાગળો પર સાઈન કરાવી લેવાતા હતા. ત્યાં સુધી કે અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો સેટ પર આવીને પણ બેસી જતા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર એક એવો વ્યક્તિ હતો શાહરૂખ ખાન. જ્યારે તેમને ધમકી આપવામાં આવી તો તેમણે કહ્યું કે, પિક્ચર તો ક્યારેય નહીં કરું, શો પણ નહીં કરું. પઠાણ છું, ગોળી મારવી હોય તો મારી દો, હું ડરતો નથી.'
શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ
કિંગ ખાનની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરીએ તો તેનું નામ 'કિંગ' છે. શાહરૂખ ખાનની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ આ જ વર્ષે ક્રિસમસ પર 24 ડિસેમ્બર 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.




