Entertainment

અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ રોકવા માટે અપાઈ હતી રૂ.8 કરોડની લાંચ? ડાયરેક્ટરે કરી સ્પષ્ટતા

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
ઉમેશ શુક્લાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ઓહ માય ગોડ (OMG)અને રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ પીકે (PK)ને હિન્દી સિનેમાની સફળ ફિલ્મોમાં ગણાય છે. જોકે, એ સમયે PKને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારે આ ફિલ્મ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આ ફિલ્મની તુલના અક્ષય કુમારની ફિલ્મ OMG સાથે પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, એવી પણ અફવાઓ ચલાવવામાં આવી હતી કે આમિર અને વિધુ વિનોદે OMGના દિગ્દર્શકને 8 કરોડ રૂપિયા લાંચ આપી હતી અને તેમની ફિલ્મની રિલીઝ અટકાવવા કહ્યું હતું. હવે હાલમાં જ ઉમેશે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ રોકવા માટે અપાઈ હતી રૂ.8 કરોડની લાંચ? ડાયરેક્ટરે કરી સ્પષ્ટતા

Bollywood News: ઉમેશ શુક્લાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ઓહ માય ગોડ (OMG)અને રાજકુમાર હિરાનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ પીકે (PK)ને હિન્દી સિનેમાની સફળ ફિલ્મોમાં ગણાય છે.  જોકે, એ સમયે PKને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારે આ ફિલ્મ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને આ ફિલ્મની તુલના અક્ષય કુમારની ફિલ્મ OMG સાથે પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, એવી પણ અફવાઓ ચલાવવામાં આવી હતી કે આમિર અને વિધુ વિનોદે OMGના દિગ્દર્શકને 8 કરોડ રૂપિયા લાંચ આપી હતી અને તેમની ફિલ્મની રિલીઝ અટકાવવા કહ્યું હતું. હવે હાલમાં જ ઉમેશે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

આ પણ વાંચો: કાંતારાની શૂટિંગ દરમિયાન ફરી દુર્ઘટના: ઋષભ શેટ્ટી સહિત 30 ક્રૂ મેમ્બર્સને લઈ જતી બોટ પલટી, જાનહાનિ ટળી

રિપોર્ટ પ્રમાણે ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ PK અને OMGના કોન્સેપ્ટ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. ઉમેશે કહ્યું કે, મને લાગે છે કે તેમના એટલે કે વિધુ-રાજકુમારના મનમાં પણ આ જ વિચાર આવ્યો હશે. જો PK મારી ફિલ્મ પહેલા રિલીઝ થઈ હોત તો લોકો એમ જ વિચારતા હોત કે મારી ફિલ્મ PKની કોપી છે. 

સમાનતા હોવી સ્વાભાવિક છે: ઉમેશ

ઉલ્લેખનીય છે કે, ઉમેશે OMG ફિલ્મની વાર્તા લખી હતી. આ સ્ટોરી પર નાટકો બનતા હતા. જેને પીકેની ટીમે પણ જોયા હતા. આ અંગે ઉમેશે કહ્યું, 'રાજકુમાર, વિધુ અને લેખક અભિજાત જોશીએ મારું નાટક જોયું હતું. જ્યારે કોઈ એક જ વિષય પર કામ કરે છે, તો તેમાં સમાનતા જોવા મળવી તે સ્વાભાવિક છે. જો તમે કોઈ લવ સ્ટોરી  પર ફિલ્મ  બનાવી રહ્યા છો અને તેમાં કોઈને કોઈ તો કહે કે, 'આઈ લવ યુ'. કારણ કે તે એક લવ સ્ટોરી છે.'

ફિલ્મ ન બનાવવા બદલ લાંચ મળી?

ફિલ્મ ડાયરેક્ટર ઉમેશે એમ પણ કહ્યું કે, એ સમયે એવી પણ અફવાઓ ચાલી હતી કે વિધુ વિનોદ ચોપરાએ મને 8 કરોડ રૂપિયા આપ્યા હતા, જેથી હું ફિલ્મ OMG ન બનાવું. પરંતુ આ બધી માત્ર એક અફવા હતી. હકીકતમાં આવું કંઈ થયું જ નહોતું. વિધુ-રાજકુમાર-આમિર દરેક ટેલેન્ટેડ લોકો છે. તેઓ ક્યારેય એવા કામ કરતા નથી કે તેઓ કોઈને પૈસા આપીને ફિલ્મ બંધ કરાવી દે. ખરેખર આવું કંઈ બન્યું જ નહોતું.

આ પણ વાંચો: કોને મળશે કરિશ્મા કપૂરના Ex હસબન્ડની રૂ.10,300 કરોડની સંપત્તિ? કંપનીનો રૂ. 31 હજાર કરોડનો બિઝનેસ

શું હતી બંને ફિલ્મોની સ્ટોરી 

હકીકતમાં અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ OMGમાં નાસ્તિક વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવી હતી. ભૂકંપમાં પોતાની દુકાન નાશ પામ્યા પછી જે ભગવાન સામે કેસ દાખલ કરે છે. જ્યારે પીકેમાં આમિર ખાને બીજી દુનિયાના એલિયન તરીકેની ભૂમિકા ભજવી હતી. તે ભારતમાં ધર્મના નામે ચાલી રહેલા ધંધાને ઉજાગર કરે છે.