Entertainment

VIROSH Wedding: જે ગીતથી વિજય-રશ્મિકાની લવ સ્ટોરી શરૂ થઇ હતી એના પર સંગીતમાં કરશે ડાન્સ

By GS Team
25 Feb 20262 mins read
TukuTouch Logo
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ફાઈનલી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ઉદયપુરમાં કપલના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આ કપલ 26 ફેબ્રુઆરીના રોજ એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ તે પહેલા સંગીત સેરેમનીને લઈને એક એવી જાણકારી સામે આવી છે, જેણે ચાહકોની જૂની યાદો તાજા કરી દીધી છે. એક રિપોર્ટ પ્રમાણે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પોતાની સંગીત સેરેમનીમાં એ જ રોમાન્ટિક સોન્ગ પર ડાન્સ કરશે, જેના કારણે તેમની જોડીને પબ્લિકની નજરમાં એક ખાસ ઓળખ મળી હતી અને બંનેની લવ સ્ટોરી પણ શરૂ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIROSH Wedding: જે ગીતથી વિજય-રશ્મિકાની લવ સ્ટોરી શરૂ થઇ હતી એના પર સંગીતમાં કરશે ડાન્સ

VIROSH Wedding Sangeet Ceremony: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ફાઈનલી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ઉદયપુરમાં કપલના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. આ કપલ 26 ફેબ્રુઆરીના રોજ એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ તે પહેલા સંગીત સેરેમનીને લઈને એક એવી જાણકારી સામે આવી છે, જેણે ચાહકોની જૂની યાદો તાજા કરી દીધી છે. એક રિપોર્ટ પ્રમાણે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પોતાની સંગીત સેરેમનીમાં એ જ રોમાન્ટિક સોન્ગ પર ડાન્સ કરશે, જેના કારણે તેમની જોડીને પબ્લિકની નજરમાં એક ખાસ ઓળખ મળી હતી અને બંનેની લવ સ્ટોરી પણ શરૂ થઈ હતી. 

ગીતા ગોવિંદમના આ ગીત પર કરશે ડાન્સ

એક રિપોર્ટ પ્રમાણેરશ્મિકા અને વિજય પોતાની સંગીત સેરેમનીમાં એક ખાસ કોરિયોગ્રાફ્ડ કપલ ડાન્સ કરશે. આ ડાન્સ તેમની 2018ની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગીતા ગોવિંદમ'ના સુપરહિટ ગીત 'ઈનકેમ ઈનકેમ ઈનકેમ કાવાલે' (Inkem Inkem Inkem Kaavaale) પર કરશે. આ એ જ રોમેન્ટિક ટ્રેક છે જેણે વિજય અને રશ્મિકાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને હંમેશા માટે યાદગાર બનાવી દીધી હતી. હવે વર્ષો પછી આ ગીત તેમની રિયલ-લાઈફ લવ સ્ટોરીના સૌથી મોટા સેલિબ્રેશનનો હિસ્સો બનશે.

કપલે ચાહકો માટે સ્પેશિયલ બનાવ્યા લગ્ન

વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાએ હંમેશા જ પોતાના ચાહકોને ખૂબ મહત્વ આપ્યું છે. આ વાત ફરી એકવાર સ્પષ્ટ થઈ ગઈ, કારણ કે કપલે પોતાના પ્રી-વેડિંગ ફંક્શનમાં દરેક જગ્યાએ એ જ નામ (VIROSH) લખ્યું છે, જે ચાહકોએ આ કપલને આપ્યું હતું. રશ્મિકા અને વિજયે પોતાના લગ્નને ઓફિશિયલી 'ધ વેડિંગ ઓફ વિરોશ' આપ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, 'તમે અમને ખૂબ પ્રેમ અને એક નામ (VIROSH) આપ્યું છે. તેથી આજે અમે અમારા એક થવા દરમિયામ તમારા સન્માનમાં આ નામ સમર્પિત કરીએ છીએ.'

આ પણ વાંચો: VIROSHના લગ્નમાં આવનારા મહેમાનોનું લિસ્ટ! સાઉથ અને બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ ઉમટશે

હૈદરાબાદમાં થશે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી

ઉદયપુરમાં 26 ફેબ્રુઆરીના રોજ સાત ફેરા લીધા બાદ આ કપલ હૈદરાબાદમાં પોતાની નવી લાઈફ સેલિબ્રેટ કરશે. 4 માર્ચના રોજ હૈદરાબાદના લક્ઝરી હોટલ 'તાજ કૃષ્ણા'માં એક ગ્રાન્ડ રિસેપ્શન આયોજિત કરશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટમાં તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ સેલેબ્સ અને રાજકીય હસ્તીઓ સામેલ થાય તેવી શક્યતા છે, જેઓ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચશે.