અર્શદ વારસીની જોલી એલએલબીની પ્રિકવલનું નિર્દેશન ઉમેશ શુક્લ કરે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અગાઉના ત્રણ ભાગ સુભાષ કપૂર લિખિતે નિર્દેશિત
મુંબઇ : જોલી એલએલબી ફ્રેન્ચાઇઝનો ચોથો ભાગ હાલ બની રહ્યો છે અને તેનું શૂટિંગ જાન્યુઆરી ૨૦૨૭માં પુરું કરી દેવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન ઓએમજી ફેમ ઉમેશ શુક્લ કરી રહ્યા છે. આ પ્રિક્વલ ફિલ્મમાં અર્શદ વારસીની સાથે સૌરભ શુકલાનું પણ પુનરાગમન થશે. અગાઉની ત્રણે જોલી એલએલબી ફિલ્મોનું લેખન અને નિર્દેશન સુભાષ કપૂરે કર્યું હતું. ૨૦૧૩માં આવેલી પહેલી જોલી એલએલબીમાં જોલીનું પાત્ર અર્શદ વારસીએ ભજવ્યું હતું. બીજી ફિલ્મમાં તે અક્ષય કુમારને ફાળે ગયું હતું.
ત્રીજી ફિલ્મમાં જોલી અર્શદ વારસી અને જગદીશશ્વર મિશ્રા એટલે કે અક્ષય કુમાર વચ્ચે કોર્ટમાં સામસામે તડાફડી જોવા મળી હતી. હવે ફરી એકવાર અર્શદ વારસી જોલી તરીકે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ગુજરાતી રંગભૂમિનો બહોળો અનુભવ ધરાવતાં ઉમેશ શુકલની ઓએમજીઃ ઓહ માય ગોડ અને ૧૦૨ નોટ આઉટ હિન્દીમાં સફળ રહી છે. આ તેમની ત્રીજી હિન્દી ફિલ્મ બની રહેશે.




