રૂ.100 કરોડની ઓપનિંગના બીજા જ દિવસે 'Toxic'નો ધબડકો! કમાણીમાં 64 ટકાનો કડાકો, જાણો કેટલું થયું કલેક્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Toxic Box Office Collection Day 2 : સાઉથ સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ 'ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ' (Toxic: A Fairy Tale for Grown-Ups)ના બોક્સ ઓફિસ કલેક્શનમાં બીજા દિવસે જંગી ઘટાડો નોંધાયો છે. પ્રથમ દિવસે દેશભરમાં ₹101.10 કરોડ નેટ કલેક્શન સાથે ધમાકેદાર શરૂઆત કરનાર આ ફિલ્મે ગુરુવારે બીજા દિવસે ભારતમાં ₹36.40 કરોડ નેટ કલેક્શન કર્યું છે. કમાણીમાં પ્રથમ દિવસની સરખામણીએ લગભગ 64%નો મોટો કડાકો જોવા મળ્યો છે. આ સાથે જ 2 દિવસમાં ફિલ્મનું કુલ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન ₹137.50 કરોડ નેટ પર પહોંચી ગયું છે.
ભાષાવાર કલેક્શન અને ઓક્યુપેન્સી
ગુરુવારે દેશભરના 19,413 શોમાં ફિલ્મની સરેરાશ ઓક્યુપેન્સી 26.6% નોંધાઈ હતી. આ ફિલ્મ તેની મૂળ કન્નડ ભાષા કરતાં હિન્દી વર્ઝનમાં વધુ સારો દેખાવ કરી રહી છે. તેલુગુ વર્ઝને પણ કલેક્શનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જ્યારે તમિલ અને મલયાલમ વર્ઝનનો બિઝનેસ સરખામણીમાં ધીમો રહ્યો છે. પ્રથમ દિવસે ફિલ્મે હિન્દીમાં ₹55 કરોડ અને કન્નડમાં ₹23.30 કરોડની કમાણી કરી હતી તેમજ વર્લ્ડવાઇડ ₹140 કરોડ ગ્રોસ કલેક્શન કર્યું હતું.
'ધુરંધર 2' અને 'ધુરંધર 1' સાથે સરખામણી
'ટોક્સિક'ના બીજા દિવસના પ્રદર્શનની સરખામણી આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' (Dhurandhar: The Revenge) સાથે કરવામાં આવી રહી છે. રણવીર સિંહ સ્ટારર આ સિક્વલે પોતાના બીજા દિવસે ₹80.72 કરોડ કમાયા હતા, જે 'ટોક્સિક'ની કમાણી કરતાં ખૂબ વધારે છે. 'ધુરંધર 2' એ પ્રથમ 2 દિવસમાં ₹226 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. જોકે, 'ટોક્સિક' એ 'ધુરંધર'ના પ્રથમ ભાગની બીજા દિવસની કમાણી (₹32 કરોડ) કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
ફિલ્મ વિશે અને પ્રેક્ષકોનો પ્રતિસાદ
ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત અને KVN પ્રોડક્શન્સ તથા મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ 'રાયા' અને 'ટિકિટ'ના દ્વિપાત્ર અભિનયમાં છે. ફિલ્મમાં કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રૂક્મિણી વસંત મહત્ત્વની ભૂમિકામાં છે. મોટા બજેટમાં બનેલી આ ફિલ્મ રિલીઝ પહેલાં ભારે ચર્ચામાં હતી, પરંતુ થિયેટરોમાં આવ્યા બાદ તેમાં દર્શાવાયેલી હિંસા, બોલ્ડ સીન્સ અને ઈમોશનલ કનેક્ટના અભાવને કારણે પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે.




