Entertainment

'કોઈ ફરક નથી પડતો...': 'ટોક્સિક'માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ!

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
સાઉથ સુપરસ્ટાર યશે બેંગલુરુમાં 'ટોક્સિક' ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન કિયારા અડવાણીનો બચાવ કર્યો. કિયારાને બોલ્ડ સીન્સ માટે ટ્રોલ કરાતા, યશે તેને પોતાના કામ પર વિશ્વાસ રાખવા અને ટ્રોલિંગને અવગણવા જણાવ્યું. તેણે કહ્યું કે ફિલ્મ રિલીઝ થયા બાદ લોકો કિયારાના કામની પ્રશંસા કરશે. કિયારા ફિલ્મમાં સર્કસ કલાકાર 'નાદિયા'ની ભૂમિકામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કોઈ ફરક નથી પડતો...': 'ટોક્સિક'માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ!
Toxic

Toxic Movie Yash Defends Kiara Advani Trolling: આગામી ફિલ્મ 'ટોક્સિક'માં બોલ્ડ સીન્સને લઈને કિયારા અડવાણીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો હતો. કિયારાના ટ્રોલિંગ થતાં સાઉથ ભારતીય સુપરસ્ટાર યશ તેના બચાવમાં ઉતર્યો છે. શનિવારે(8 ઓગસ્ટ) બેંગલુરુમાં ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન યશે કિયારાને સમર્થન આપ્યું હતું. યશે કિયારાની પ્રશંસા કરતા કહ્યું કે, 'તેણે પોતાના વિચારો અને કામ પર વિશ્વાસ રાખવો જોઈએ. તેમજ ઈન્ટરનેટ પર થઈ રહેલા ટ્રોલિંગને લઈને બિલકુલ પરેશાન થવું ન જોઈએ. કોઈ ફરક નથી પડતો…'

'ટોક્સિક'માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યો રોકિંગ સ્ટાર યશ!

યશે વધુમાં કહ્યું કે, 'એકવાર ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે તો લોકો તેમના કામની ખૂબ પ્રશંસા કરશે. ફિલ્મમાં કિયારા 'નાદિયા' નામની સર્કસ કલાકારની ભૂમિકા ભજવે છે.' ફિલ્મના ટીઝર અને તાજેતરમાં રિલીઝ થયેલા ગીત 'તબાહી'માં તેણે યશ સાથે ઘણા બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સ કર્યા છે. આ સીન્સ વાઈરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ કિયારાને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ યશે તેના ડેડિકેશનની પ્રશંસા કરી હતી. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

કિયારાના સપોર્ટમાં યશે શું કહ્યું?

કિયારાની એક્ટિંગને લઈને યશે કહ્યું કે, 'શરૂઆતમાં ટીમને લાગ્યું હતું કે આટલાં મોટા સ્ટાર સાથે કામ કરવામાં થોડી પરેશાની આવી શકે છે. પરંતુ કિયારાએ પોતાના કામથી બધાનું દિલ જીતી લીધું છે. એક એક્ટર તરીકે ટ્રોલિંગનો સામનો કરવો પડે તો તેની ચિંતા ન કરવી.' યશે કિયારાને સલાહ આપતા કહ્યું કે, બીજા શું કહે છે તેને નજરઅંદાજ કરવું અને પોતાની કાબિલિયત પર વિશ્વાસ રાખવો. આમ, પોતાનું કામ દીલથી કરવું. કદાચ આપણી ફિલ્મ આપણા વિચારોથી પણ આગળ હોય.'

અનેક ભાષામાં રિલીઝ થશે 'ટોક્સિક'

નોંધનીય છે કે, 'ટોક્સિક' ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ગીતુ મોહનદાસ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું પૂરું નામ 'ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ' છે. તે એક મેગા-બજેટ પેન-ઇન્ડિયા એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને કન્નડ અને અંગ્રેજીમાં એકસાથે શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમમાં ડબ વર્ઝનમાં રિલીઝ થશે.

'ટોક્સિક'માં ફક્ત યશ અને કિયારા જ નહીં પરંતુ નયનતારા, તારા સુતારિયા, રુક્મિણી વસંત અને હુમા કુરેશી જેવા પ્રખ્યાત સ્ટાર્સ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, યશ ફિલ્મમાં પિતા અને પુત્ર બંનેની ભૂમિકા ભજવશે. ટીઝર અને ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મમાં એક્શનનો મોટો ડોઝ જોવા મળશે. ટ્રેલર રિલીઝ થયા પછી ચાહકો હવે મોટા પડદા પર ફિલ્મના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.