હોલિવૂડના 'લાસ્ટ એક્શન હીરો' ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - Wikipedia) |
Tom Noonan Passed Away: હોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક ટૉમ નૂનનના નિધનના સમાચારથી સિનેમા જગતમાં શોક છે. 74 વર્ષની વયે તેમણે 14 ફેબ્રુઆરીના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. ટૉમ નૂનન તેમના શાનદાર અભિનય અને અનોખા અંદાજ માટે જાણીતા હતા. ખાસ કરીને 'રોબોકૉપ 2'માં તેમની 'રોબોકેન'ની ભૂમિકા અને 'લાસ્ટ એક્શન હીરો' જેવી ફિલ્મો દ્વારા તેમણે દર્શકોના દિલ જીતી લીધા હતા. 1980માં ફિલ્મ 'વિલી એન્ડ ફિલ'થી અભિનયની શરૂઆત કરનાર ટૉમે ચાર દાયકા સુધી ચાલેલી પોતાની કારકિર્દીમાં 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
કેરેન સિલાસે સોશિયલ મીડિયા પર ટૉમ નૂનનના નિધનની પુષ્ટિ કરી
ટૉમ નૂનનના નિધનની પુષ્ટિ તેમની નજીકની મિત્ર અને સહ-કલાકાર કેરેન સિલાસે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ દ્વારા કરી છે. કેરેને જણાવ્યું હતું કે ટૉમ સાથે કામ કરવું તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો અને આજે પણ એક અભિનેતા તરીકે તેમના જીવન પર ટૉમનો પ્રભાવ જોવા મળે છે. ટૉમ અને કેરેને 1994ની પ્રખ્યાત ફિલ્મ 'વોટ હેપન્ડ વોઝ...'માં સાથે સ્ક્રીન શેર કરી હતી. ટૉમ નૂનને માત્ર મોટા પડદા પર જ નહીં, પરંતુ ટીવી પર પણ કામ કર્યું છે.
આ પણ વાંચો: શ્રદ્ધા કપૂરે ઈજા બાદ ઈથાનું નવું શૂટિંગ શિડયૂલ પૂર્ણ કર્યું
યાદગાર ફિલ્મી સફર
ટૉમ નૂનનની નોંધપાત્ર ફિલ્મોની યાદીમાં 'મેનહંટર', 'રોબોકૉપ 2', 'લાસ્ટ એક્શન હીરો', 'હીટ', 'વોલ્ફન' અને 'ધ આલ્ફાબેટ કિલર' જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. વર્ષ 1980થી 2018 સુધી સતત સક્રિય રહેલા આ વેટરન એક્ટરની વિદાય હોલિવૂડ માટે એક મોટી ખોટ સમાન છે.









