VIDEO: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air India Plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ગુરૂવારે (12મી જૂને) ક્રેશ થયું હતું. જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. અને આ દુર્ઘટનાથી ઘણા લોકો પર ખરાબ અસર પડી છે. તેમાં અભિનેત્રી મંદિરા બેદીનું નામ પણ સામેલ છે. હાલમાં તેણે આ ઘટનાથી થતી અસર વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, આ ઘટનાની તેને ખૂબ ગંભીર આઘાત લાગ્યો છે, જેમાથી બહાર નીકળવા માટે તેણે એક મોટું પગલું ભર્યું છે.
આ પણ વાંચો : ગોવિંદાની પત્ની છું, પૈસાની કોઈ કમી નથી: સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. જો કે, આ ઘટનાની થોડા દિવસો થઈ ગયા પરંતુ આજે પણ લોકો આ ઘટનાને લઈને આઘાતમાં છે. આ ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. કેટલાક મોટા સ્ટાર્સે આ ઘટના પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તાજેતરમાં જ મંદિરા બેદીએ પણ આ ઘટના વિશે વાત કરી હતી અને ખુલાસો કર્યો હતો કે આ દુર્ઘટના પછી તેના પર ખૂબ ખરાબ અસર પડી હતી.
આઘાતમાંથી બહાર આવવા માટે કાઉન્સેલરની મદદ લેવી પડી
હાલમાં મંદિરાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, આ આઘાતમાંથી બહાર આવવા માટે તેને કાઉન્સેલરની મદદ લેવી પડી હતી. અભિનેત્રીએ કહ્યું કે, આ ઘટનામાંથી બહાર નથી નીકળી રહી અને અંદરો- અંદર હેરાન થઈ રહી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, 'આ ઘટનાના કારણે મારા દરેક કાર્યો પર અસર પડી રહી છે, પછી તે મારા બાળકો સાથે સમય વિતાવવાનો કેમ ન હોય.'
આ દરેક વસ્તુની મારા બેકગ્રાઉન્ડમાં ચાલી રહી છે
મંદિરાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે કહ્યું કે, 'અમદાવાદ વિમાન દુર્ઘટના પછી મારી છાતી પર સતત એક ભાર લાગી રહ્યો છે. મારો બધો સમય એક પ્રકારની ઉદાસી લાગી રહી છે, જે દૂર થતી નહોતી. પરંતુ, આ દરેક વસ્તુની મારા બેકગ્રાઉન્ડમાં ચાલી રહી છે, પછી ભલે તે મારું કામ હોય કે મારા બાળકો સાથે સમય વિતાવવાનો હોય.'
આ પણ વાંચો : હેરાફેરી 3 પછી હવે અક્ષય કુમારની વધુ એક ફિલ્મ અટવાઈ, કલાકારો અને સ્ટાફને ફી મળી નથી
હું એકલી સામનો નહી કરું શકુ, કાઉન્સેલર સાથે વાત કરીશ
તેણે વધુમાં કહ્યું કે, 'હવે મેં નિર્ણય કર્યો છે કે, હું એકલી તેનો સામનો નહી કરું અને કાઉન્સેલર સાથે વાત કરીશ. જો તમે પણ હતાશા, બેચેની અથવા અસંતુલિત અનુભવી રહ્યા છો, તો જાણી લો કે, તમે એકલા નથી.








