Entertainment

ગોવિંદાની પત્ની છું, પૈસાની કોઈ કમી નથી: સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
સુનિતા આહુજા અને ગોવિંદા ઘણા સમયથી તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. જોકે, એ પછી સુનિતાએ આ બધા અહેવાલોને નકારી કાઢીને ખોટા ગણાવતા કહ્યું કે, 'હું ગોવિંદાથી ખુશ છું અને અમે છૂટાછેડા નથી લઈ રહ્યા.' હવે એવામાં અહેવાલ સામે આવ્યા છે કે સુનિતા સ્પષ્ટવક્તા હોવાથી તેને સલમાન ખાનના શૉ બિગ બોસ તરફથી પણ ઓફર મળી છે, પણ તેણે આ ઓફર ઠુકરાવી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોવિંદાની પત્ની છું, પૈસાની કોઈ કમી નથી: સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

Sunita Ahuja offered Salman Khan Bigg Boss Show: સુનિતા આહુજા અને ગોવિંદા ઘણા સમયથી તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. જોકે, એ પછી સુનિતાએ આ બધા અહેવાલોને નકારી કાઢીને ખોટા ગણાવતા કહ્યું કે, 'હું ગોવિંદાથી ખુશ છું અને અમે છૂટાછેડા નથી લઈ રહ્યા.'

હવે એવામાં અહેવાલ સામે આવ્યા છે કે સુનિતા સ્પષ્ટવક્તા હોવાથી તેને સલમાન ખાનના શૉ બિગ બોસ તરફથી પણ ઓફર મળી છે, પણ તેણે આ ઓફર ઠુકરાવી દીધી છે. 

બિગ બોસના ભાગ લેવાનો ઇનકાર

એક ઇન્ટરવ્યૂમાં સુનિતાને પૂછવામાં આવ્યું હતું કે, 'લોકો તમને ખૂબ પસંદ કરે છે, તો શું તમને કોઈ રિયાલિટી શૉ માટે કોઈ ઓફર મળી છે?' આના પર સુનિતાએ જવાબ આપ્યો કે, 'મને બિગ બોસ માટે ઓફર મળી હતી, પરંતુ મે તેને નકારી કાઢી. જો કે, તેઓએ એમ પણ કહ્યું હતું કે જો તમે આ શૉનો ભાગ બનો છો તો તમારું વ્યક્તિત્વ લોકોની સામે બહાર આવશે.'

મને પૈસાની એટલી લાલચ નથી કે હું બિગ બોસ જઉં

સુનિતાએ બિગ બોસનો ભાગ ન બનવાનું કારણ જણાવતા કહ્યું, 'હું તે શૉમાં નથી જઈ રહી, ત્યાં જઈને બાથરૂમ કોણ  સાફ કરે? એ મારું કામ નહીં, મને પૈસાની એટલી લાલચ નથી કે હું બિગ બોસ જઉં. ત્યાં મારે કોઈ સાથે નહીં બને એવામાં મારે મારું ગૌરવ જાળવવું અઘરું બની રહે.' 

વધુમાં સુનિતાએ કહ્યું કે, 'જો કોઈ ડાન્સ કે ટોક શૉ હોય તો તેનો ભાગ જરૂર બની શકું, કે જ્યાં મને જજ કે હોસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવે. તો હું ચોક્કસ જઈશ, હું દરેક પ્રકારના શૉ માટે તૈયાર છું. જો કે એ માટે હું ક્યારેય કોઈનો સંપર્ક કરતી નથી, જો મારા નસીબમાં હશે તો લોકો મારી પાસે આવશે. હું સ્ટ્રગલર નથી, હું ગોવિંદાની પત્ની છું.'

આ પણ વાંચો: હેરાફેરી 3 પછી હવે અક્ષય કુમારની વધુ એક ફિલ્મ અટવાઈ, કલાકારો અને સ્ટાફને ફી મળી નથી

ગોવિંદા સાથે લગ્ન કરતા પહેલા મને એક્ટિંગની ઓફર પણ મળી હતી: સુનિતા

જણાવી દઈએ કે, સુનિતાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, 'ગોવિંદા સાથે લગ્ન કરતા પહેલા મને એક્ટિંગ કરવાની ઓફર પણ મળી હતી, પરંતુ મેં ના પાડી દીધી હતી. કારણ કે મારા મમ્મીએ મને ગોવિંદા સાથે લગ્ન કરીને ઘર વસાવવાની સલાહ આપી હતી. જેને હું ના પાડી શકી નહીં.'