Entertainment

'હજુ ટાઈમ છે, માફી માગી લે...' સલમાન ખાનને એક્સ ગર્લફ્રેન્ડએ ચેતવ્યો, બિશ્નોઈ મંદિરનો કર્યો ઉલ્લેખ

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકીઓ વચ્ચે, તેની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સોમીએ સલમાનને પર્સનલ નંબર પર ટેક્સ્ટ મેસેજ કરીને બિશ્નોઈ સમાજના મંદિરે જઈ માફી માંગવાની સલાહ આપી હતી. તેણે સલમાનને મહિલાઓ સાથે કરેલા ખોટા કાર્યો માટે પણ માફી માંગવા જણાવ્યું. આ ખુલાસાથી સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હજુ ટાઈમ છે, માફી માગી લે...' સલમાન ખાનને એક્સ ગર્લફ્રેન્ડએ ચેતવ્યો, બિશ્નોઈ મંદિરનો કર્યો ઉલ્લેખ

Somy Urges Salman To Apologize: બોલિવૂડના ‘દબંગ’ એક્ટર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ અને સુરક્ષા ચિંતાઓ વચ્ચે તેની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. સલમાન સાથે ભૂતકાળમાં લાંબા રિલેશનશિપમાં રહેલી અને ઐશ્વર્યા રાયના આવ્યા બાદ અલગ થયેલી સોમી અલીએ દાવો કર્યો છે કે તેણે સલમાનને તેમના પર્સનલ નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલીને બિશ્નોઈ સમાજના મંદિરે જઈને માફી માગવાની સલાહ આપી હતી.

ખાસ મેસેજ દ્વારા આપી સલાહ

સોમીએ આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જો તેઓ સલમાન ખાન સામસામે બેસીને વાત કરે તો શું કહેશે? ત્યારે સોમીએ ખુલાસો કર્યો હતો કે તે અગાઉથી જ સલમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી ચૂકી છે. સોમી અલીએ દાવો કર્યો,

"મેં સલમાનને ટેક્સ્ટ કર્યો હતો. મારી પાસે તેનો એક પ્રાઇવેટ નંબર છે. મેં તેને કહ્યું કે હજુ પણ સમય છે, તું બિશ્નોઈ સમાજના મંદિરે જઈને માફી માગી લે અને તે જે મહિલાઓ સાથે ખોટું કર્યું છે, તેના માટે પણ માફી માગી લે. પોતાના અહંકારને પાછળ છોડી દે."

જૂની વાતો ભૂલી મુવ-ઓન કરવા અંગે વલણ

ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે સોમીને સવાલ પૂછવામાં આવ્યો કે તું માફી માગવાની શરત કેમ મૂકી રહી છે? શું જૂની વાતો ભૂલીને, પેચ-અપ કરીને અથવા નોર્મલ વાતચીત કરીને આગળ વધી ન શકાય? અને શું સબંધીઓ વચ્ચે બધું ખતમ કરીને નવી સિરેથી દોસ્તીની શરૂઆત કરવી વધારે સારું નથી?
આ સવાલોના જવાબમાં પણ સોમી અલી પોતાની વાત પર જ કાયમ રહી હતી. તેણે સ્પષ્ટપણે કહ્યું કે સલમાન ખાને પોતાના કૃત્યો માટે માફી માગવી જ જોઈએ.

બ્રેકઅપ અને ભૂતકાળના આરોપો

ઉલ્લેખનીય છે કે 90ના દાયકામાં સલમાન ખાન અને સોમી અલી વચ્ચેનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જોકે, બ્રેકઅપ બાદથી જ સોમી અલી અનેક વખત સલમાન ખાન પર માનસિક અને શારીરિક શોષણના ગંભીર આરોપ પણ લગાવી ચૂકી છે.

હાલના સમયે જ્યારે સલમાન ખાન પહેલેથી જ લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે સોમી અલીના આ ટેક્સ્ટ મેસેજવાળા ખુલાસા અને માફી માગવાની સલાહે સોશિયલ મીડિયા પર ફરી એકવાર નવી ચર્ચા જગાવી છે.