For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એનિમલના બીજા ભાગમાં હિરોઈન માલવિકા મોહન હશે

Updated: Dec 14th, 2023

એનિમલના બીજા ભાગમાં હિરોઈન માલવિકા મોહન હશે

- કાસ્ટિંગ વિશે અટકળોનું બજાર ગરમ

- બોલીવૂડના હિરો અને સાઉથની હિરોઈનની ફોર્મ્યૂલા એનિમલ પાર્કમાં પણ રિપીટ થશે

મુંબઈ : બ્લોકબસ્ટર હિટ બની ચૂકેલી રણબીર કપૂર, રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'એનિમલ'નો બીજો ભાગ 'એનિમલ પાર્ક'ના નામે બનવાનો છે. તેમાં હિરોઈન તરીકે સાઉથની એકટ્રેસ માલવિકા મોહન ફાઈનલ થઈ ગઈ હોવાનું કહેવાય છે. 

'એનિમલ'માં હિન્દી દર્શકો ઉપરાંત સાઉથના માર્કેટને ધ્યાને રાખીને રણબીર અને રશ્મિકાની જોડી નક્કી કરાઈ હતી. આ જ ફોર્મ્યૂલા બીજા ભાગમાં પણ આગળ વધારીને રણબીર સાથે માલવિકા મોહનની જોડી રચાય તેવી સંભાવના છે. 

માલવિકા સાઉથની જાણીતી એકટ્રેસ છે. જોકે, હિન્દીમાં આ તેનો પહેલો મોટો પ્રોજેક્ટ હશે. 

સાઉથ ઈન્ડસ્ટ્રીના વર્તુળોમાં માલવિકા  આ ફિલ્મ માટે ફાઈનલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, ફિલ્મ સર્જક સંદિપ રેડ્ડી વાંગાએ કે પછી માલવિકાએ પોતે પણ આ ફિલ્મ બાબતે હજુ કોઈ ફોડ પાડયો નથી. 

'એનિમલ' ફિલ્મ ખાસ કરીને તૃપ્તિ ડિમરી માટે બહુ મોટાં લોન્ચ પેડ સમાન સાબિત થઈ છે. 'એનિમલ પાર્ક' એવો જ ચમત્કાર માલવિકા મોહન માટે કરી શકે છે એમ વર્તુળોનું માનવું છે. 

Gujarat