Entertainment

સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ, 'સૈયારા' ફિલ્મ હવે OTT પર રિલીઝ થવા તૈયાર, જાણો કયારે થશે રિલીઝ

By GS TEAM
12 Aug 20252 mins read
TukuTouch Logo
ફિલ્મ દિગ્દર્શક મોહિત સૂરીની ફિલ્મ 'સૈયારા'એ બૉક્સ ઓફિસ પર જુદો જ ક્રેઝ ઉભો કર્યો છે. 18 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થનારી ફિલ્મે બૉક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી દર્શકોનો પ્રેમ જીત્યો છે. જણાવી દઈએ કે હજી પણ ફિલ્મ થિયેટરમાં ચાલી રહી છે. જો કે 14 ઓગસ્ટે વોર 2 અને કુલી જેવી મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેના કારણે 'સૈયારા' ફિલ્મની કમાણી પર તેની અસર પડી શકે છે. પણ હવે જલદી તમે આ ફિલ્મ ઘરે બેસીને પણ જોઈ શકો છો, કારણકે ઓછા દિવસોમાં ફિલ્મ OTT પર જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ, 'સૈયારા' ફિલ્મ  હવે OTT પર રિલીઝ થવા તૈયાર, જાણો કયારે થશે રિલીઝ

image source: instagram/ aneetpadda

Saiyaara On OTT: ફિલ્મ દિગ્દર્શક મોહિત સૂરીની ફિલ્મ 'સૈયારા'એ બૉક્સ ઓફિસ પર જુદો જ ક્રેઝ ઉભો કર્યો છે. 18 જુલાઈએ થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મે બૉક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી દર્શકોનો પ્રેમ જીત્યો છે. જણાવી દઈએ કે હજી પણ ફિલ્મ થિયેટરમાં ચાલી રહી છે. જો કે 14 ઓગસ્ટે 'વોર 2' અને 'કુલી' જેવી મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેના કારણે 'સૈયારા' ફિલ્મની કમાણી પર તેની અસર પડી શકે છે. પણ હવે જલદી તમે આ ફિલ્મ ઘરે બેસીને પણ જોઈ શકો છો, કારણકે થોડા દિવસોમાં ફિલ્મ OTT પર જોવા મળશે.


ક્યારે અને કયા OTT પર થશે 'સૈયારા'ની રિલીઝ?

મેકર્સે સૈયારાની OTT પર રિલીઝની સત્તાવાર જાહેરાત તો નથી કરી, પણ કાસ્ટિંગ ડિરેક્ટર શાનૂ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની OTT રિલીઝની પુષ્ટિ કરી છે. તેણે OTTFLIXની એક પોસ્ટને પોતાની સ્ટોરી પર શેર કરી છે, જેમાં લખ્યું છે કે  'સૈયારા' 12 સપ્ટેમ્બર, 2025ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. શાનુ શર્માએ તેને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેનાથી લાગે છે કે 'સૈયારા' આવતા મહિને નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો : Jolly LLB 3 ટીઝર આઉટ: અક્ષય અને અરશદ વચ્ચે કોર્ટમાં થશે જંગ, સૌરભ શુક્લાનું વધશે બી.પી.!

મોટી ફિલ્મો સાથે ટક્કર 

અભિનેતા અજય દેવગણની 'સન ઑફ સરદાર 2' અને તૃપ્તિ ડિમરી-સિદ્ધાંત ચતુર્વેદીની 'ધડક 2' જેવી નવી ફિલ્મોની રિલીઝ છતાં 'સૈયારા'એ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવી રાખી છે અને સારી ખાસી કમાણી કરી ઘણા રેકોર્ડ્સ પણ તોડ્યા.

બૉક્સ ઓફિસ પર સારી કમાણી 

મોહિત સૂરીની ફિલ્મની કહાણી અને મ્યુઝિકે દર્શકોનો પ્રેમ જીતવામાં સફળ રહ્યો છે. સૈયારાથી અહાન પાંડે અને અનીત પડ્ડાએ પોતાના કારકિર્દીની શરૂઆત કરી અને બંને સ્ટાર્સને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપડાની દ્વારા નિર્મિત 'સૈયારા' ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ડેબ્યૂ કલાકારોની ફિલ્મ બની ગઈ છે, જેને વિશ્વભરમાં રૂ. 500 કરોડથી વધુની કમાણી થઈ છે જેમાં ઇન્ડિયાનું નેટ કલેક્શન રૂ. 315 કરોડ રૂપિયા સામેલ છે.