Get The App

Jolly LLB 3 ટીઝર આઉટ: અક્ષય અને અરશદ વચ્ચે કોર્ટમાં થશે જંગ, સૌરભ શુક્લાનું વધશે બી.પી.!

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
Jolly LLB 3 Teaser Released


Jolly LLB 3 Teaser Released: અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'જોલી એલએલબી 3'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરમાં અક્ષય અને અરશદ વચ્ચે કોર્ટમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ ફિલ્મ 19 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

લાંબા સમયથી 'જોલી એલએલબી 3'ની ચર્ચાઓ ચાલી રહી હતી. આખરે, મેકર્સે હવે આ ફિલ્મનું લેટેસ્ટ ટીઝર રિલીઝ કર્યું છે, જેને જોઈને તમારી ઉત્સુકતા વધી જશે. એવામાં જાણીએ કે આ વખતે જોલી શું કમાલ કરવાનો છે.

આ વખતે અક્ષય અને અરશદ આમને-સામને!

બોલિવૂડમાં વર્ષ 2013માં નિર્દેશક સુભાષ કપૂરે જોલી એલએલબી ફ્રેન્ચાઈઝી શરૂ થઈ કરી હતી. પહેલા ભાગમાં અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં હતો, જ્યારે બીજા ભાગમાં અક્ષય કુમાર જોવા મળ્યો હતો. હવે, જ્યારે ત્રીજા ભાગ જોલી એલએલબી 3માં મેકર્સે એક જોરદાર પ્લાન બનાવ્યો છે જેમાં આ બંને કલાકારોને એકસાથે લાવ્યામાં આવ્યા છે.

12 ઓગસ્ટ, મંગળવારના રોજ જોલી એલએલબી 3નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની જાહેરાત સોમવારે જ કરવામાં આવી હતી. ફિલ્મના ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે આ વખતે કાનપુર અને મેરઠના જોલી કોર્ટરૂમમાં આમને-સામને હશે, જે આ ફિલ્મનો રોમાંચ વધારવા માટે પૂરતું છે.

અભિનેતા સૌરભ શુક્લાની ભૂમિકા પણ મહત્ત્વની 

આ ફિલ્મમાં અક્ષય અને અરશદ ઉપરાંત અભિનેતા સૌરભ શુક્લા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. જજ સુંદર લાલ ત્રિપાઠીના પાત્રમાં સૌરભે પાછલા બે ભાગમાં પોતાની કોમિક ટાઈમિંગથી બધાના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો: સમીરા રેડ્ડીનું 13 વર્ષ પછી કમબેક : હોરર ફિલ્મમાં દેખાશે

ક્યારે રિલીઝ થશે જોલી એલએલબી 3?

જોલી એલએલબી 3નું ટીઝર જોયા પછી દર્શકોની ઉત્સુકતા વધી ગઈ છે અને તેઓ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો, અક્ષય કુમાર અને અરશદ વારસીની આ કોમેડી ફિલ્મ 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા આ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આથી, ફિલ્મના ત્રીજા ભાગ પાસેથી પણ આવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Jolly LLB 3 ટીઝર આઉટ: અક્ષય અને અરશદ વચ્ચે કોર્ટમાં થશે જંગ, સૌરભ શુક્લાનું વધશે બી.પી.! 2 - image

Tags :