VIDEO: શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની મચઅવેટેડ 'ધ બૈડ્સ ઓફ બોલિવૂડ'નો પહેલો વીડિયો આઉટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image : Netflix |
The Bads of Bollywood Video : શાહરૂખ ખાનના મોટા દીકરા આર્યન ખાન બોલિવૂડમાં ડાયરેક્ટર તરીકે એન્ટ્રી કરી રહ્યો છે, ત્યારે આર્યનની મચઅવેટેડ 'ધ બૈડ્સ ઓફ બોલિવૂડ'નો પહેલો વીડિયો સામે આવ્યો છે. 'ધ બૈડ્સ ઓફ બોલિવૂડ'નો વીડિયો જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા હતા અને સીરિઝને સુપરહિટ જણાવી રહ્યા છે.
'ધ બૈડ્સ ઓફ બોલિવૂડ' વેબ સીરિઝનો પહેલો વીડિયો આઉટ
આર્યન ખાનની 'ધ બૈડ્સ ઓફ બોલિવૂડ' વેબ સીરિઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે, ત્યારે આજે રવિવારે (17 ઓગસ્ટ) સીરિઝની પહેલી ઝલક સામે આવી છે. નેટફ્લિક્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેબ સીરિઝનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયો અપલોડ થતાંની સાથે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં આર્યનનો જબરદસ્ત લૂક જોવા મળી રહ્યો છે.
નેટફ્લિક્સ ઈન્ડિયાના ઈન્સ્ટાગ્રામ પેજ પર 'ધ બૈડ્સ ઓફ બોલિવૂડ' વેબ સીરિઝનો વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, 'ઘણું થયું? આદત પાડી દો... 'ધ બૈડ્સ ઓફ બોલિવૂડ' પ્રીવ્યૂ 20 ઓગસ્ટે આવી રહ્યું છે.' તમને જણાવી દઈએ કે, આર્યનની આ સીરિઝ એટલા માટે ખાસ છે કે સીરિઝમાં શાહરૂખ ખાન પણ એક શાનદાર કેમિયો કરતો જોવા મળશે. એટલાં માટે ફેન્સ આ સીરિઝને રિલીઝ પહેલાંથી જ સુપરહિટ ગણાવે છે.
આ પણ વાંચો: હવે ઉંમર થઇ ગઈ છે રિટાયર થઈ જાઓ.. યુઝરની સલાહ પર શાહરુખ ખાને આપ્યો સજ્જડ જવાબ
શાહરૂખ ખાન એક જબરદસ્ત કેમિયો કરશે
આર્યન ખાનની 'ધ બૈડ્સ ઓફ બોલિવૂડ' વેબ સીરિઝને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ ગૌરી ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. બીજી તરફ, શાહરૂખ ખાને ગઈકાલે તેમના આસ્ક એસઆરકે સેશનમાં પણ આ સીરિઝ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શોની પહેલી ઝલક આજે રિલીઝ થવા જઈ રહી છે. આ સીરિઝમાં ઈન્ડસ્ટ્રીના અનેક પ્રિય મિત્રો જોવા મળશે. આ સીરિઝમાં પોતાની ભૂમિકાને લઈને શાહરૂખ ખાને કહ્યું કે 'મૈં તો હૂં હી, હક સે..'








