Get The App

હવે ઉંમર થઇ ગઈ છે રિટાયર થઈ જાઓ.. યુઝરની સલાહ પર શાહરુખ ખાને આપ્યો સજ્જડ જવાબ

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
હવે ઉંમર થઇ ગઈ છે રિટાયર થઈ જાઓ.. યુઝરની સલાહ પર શાહરુખ ખાને આપ્યો સજ્જડ જવાબ 1 - image


Shah Rukh Khan ASKSRK: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની દમદાર એક્ટિંગ અને સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતો છે. હવે તાજેતરમાં જ  એક્ટરે X હેન્ડલ પર #AskSRK સેશનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેણે એવા યુઝર્સના સવાલોનો જવાબ પણ આપ્યો જેવો તેને ઓછો આંકવાનો પ્રયાસ કરે છે. તેણે આ દરમિયાન સજ્જડ જવાબ આપીને સવાલ પૂછનાર યુઝરને હેરાન કરી દીધો. શાહરૂખ પોતાના જવાબ આપવાના અંદાજથી દિલ જીતી લે છે.  

હવે ઉંમર થઇ ગઈ છે રિટાયર થઈ જાઓ

આ સેશન દરમિયાન એક યુઝરે શાહરુખ ખાનને રિટાયર થવા માટે કહ્યું. યુઝરે લખ્યું કે, 'ભાઈ હવે ઉંમર થઈ ગઈ છે રિટાયર થઈ જાઓ. બીજા લોકોને આગળ આવવા દો.' તેના જવાબમાં શાહરૂખ ખાને લખ્યું કે, 'ભાઈ જ્યારે તારા સવાલોનું બાળપણ જતું રહે, તેના પછી કંઈક સારું પૂછજે. ત્યાં સુધી તું ટેમ્પરરી રિટાયરમેન્ટમાં રહેજે પ્લીઝ.' 



નેશનલ એવોર્ડ મળવા પર ખુશી વ્યક્ત કરી

એક અન્ય યુઝરે શાહરૂખ ખાને પૂછ્યું કે તમને પહેલો નેશનલ એવોર્ડ જીતીને કેવું લાગી રહ્યું છે. તેના જવાબમાં શાહરૂખ ખાને લખ્યું કે, 'મને લાગી રહ્યું છે કે જાણે હું આખા દેશનો કિંગ છું. આટલું સન્માન અને આટલી જવાબદારીનો પ્રયાસ કરવો, આગળ વધવું અને સખત મહેનત કરવું મુશ્કેલ થઈ ગયું છે.' 

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને પોતાના 33 વર્ષના ફિલ્મી કરિયરમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, પરંતુ આ નેશનલ એવોર્ડ તે પહેલીવાર જીત્યો છે. તેણે ફિલ્મ 'જવાન'માં પોતાના શાનદાર પરફોર્મન્સના કારણે આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. 

ફિલ્મ કિંગ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન હાલમાં પોતાની દીકરી સાથે ફિલ્મ કિંગને લઈને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની દીકરી સુહાના ખાન ઉપરાંત દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન, બોબી દેઓલ, અરશદ વારસી સહીત અનેક એક્ટર્સ નજર આવશે. શાહરૂખની ઈજાના કારણે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં તે ફરીથી ફિલ્મના સેટ પર પહોંચશે.

Tags :