Entertainment

પાતાલલોક સીઝન થ્રીના ડાયરેક્ટર જ બદલાઈ ગયા

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
લોકપ્રિય વેબ સિરીઝ 'પાતાલલોક'ની ત્રીજી સિઝનનું નિર્દેશન સુદીપ શર્મા કરશે. પહેલી બે સિઝનનું સફળ નિર્દેશન કરનાર અવિનાશ અરુણે બ્રેક લેવાનું જાહેર કરતા ચાહકો ચોંકી ઉઠ્યા છે. મુંબઈમાં તેમણે જણાવ્યું કે, સતત પાંચ વર્ષના કામ બાદ આરામ જરૂરી છે. જયદીપ અહલાવત અભિનીત આ સિરીઝની નવી સિઝન ક્યારે આવશે તે હજુ સ્પષ્ટ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાતાલલોક સીઝન થ્રીના ડાયરેક્ટર જ બદલાઈ ગયા
  • અવિનાશ અરુણે સીરિઝ છોડી, સુદીપ શર્માને સુકાન
  • સતત પાંચ વર્ષથી કામ કરતો હતો, હવે બ્રેક લેવો છે : અવિનાશ અરુણ

મુંબઇ : પોલીસ ઓફિસર હાથીરામ ચૌધરી યાને જયદીપ અહલાવતની લોકપ્રિય વેબ સીરિઝ 'પાતાલલોક'ની ત્રીજી સીઝનનું નિર્દેશન સુદીપ શર્મા કરશે તેવી જાહેરાત પહેલી બે સીઝનનું નિર્દેશન કરનારા અવિનાશ અરૂણે કરતાં આ સીરિઝના ચાહકો ચોંકી ગયા છે.
પત્રકારની હત્યાના પ્રયાસની તપાસ કરતાં પોલીસ અધિકારીના પાત્રમાં જયદીપ અહલાવત ખૂબ લોકપ્રિય બનતાં આ સીરિઝ હીટ થતાં હવે તેની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. અવિનાશ અરૂણે જણાવ્યું હતું કે હું સતત પાંચ વર્ષથી કામ કરી રહ્યો હોઇ મારે બ્રેક લેવાની જરૂર છે. મેં મારે જે આપવાનું હતું તે તમામ આ વેબસિરિઝને બે સિઝનમાં આપી દીધું છે.
૪૦ વર્ષના અવિનાશ અરૂણે જણાવ્યું હતું કે આ સિરિઝની બે સીઝન કરવા મને મળી તે માટે હું સહુંનો આભારી છું. આ સીરિઝમાં અહલાવતની સાથે ગુલ પનાગ, ઇસ્વાકસિંહ, તિલ્લાત્તમા સોમ અને અનિદિંતા બોઝે મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
સુદીપ શર્માએ સિઝન ૩ અંગે કહ્યું કે, એક શો બનાવવો ખૂબ જ મુશ્કેલ છે. એવામાં પાતાલ લોક જેવી સફળ સિરિઝનું દિગ્દર્શન કરવું વધુ મુશ્કેલ છે.
તમે એમ વિચારો કે આગળની સિરિઝ ચાલી ગઈ છે એટલે નવી પણ ચાલી જશે તો તમે નિષ્ફળ જવાની શક્યતા વધી જાય છે. જોકે, ત્રીજી સિઝન ક્યારે આવશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી.