Entertainment

રામાયણ ફિલ્મ માટે પડદાં પાછળ દસ હજાર ટેકનિશ્યન્સ કામ કરી રહ્યા છે

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં 4000 કરોડના ખર્ચે બની રહેલી 'રામાયણ' ફિલ્મના નવા પ્રમોશનલ વીડિયોમાં સીતા બનેલી સાઈ પલ્લવી અસુરો સામે લડતી દેખાઈ. કુણાલ કપૂર ઇન્દ્ર તરીકે વજ્ર સાથે અને યશ રાવણ બની શિવ તાંડવ કરતા જોવા મળ્યા. નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે 10,000થી વધુ ટેકનિશિયન્સ કામ કરી રહ્યા છે. ફિલ્મમાં AR રહેમાન અને હાન્સ ઝિમરનું સંગીત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામાયણ ફિલ્મ માટે પડદાં પાછળ દસ હજાર ટેકનિશ્યન્સ કામ કરી રહ્યા છે
  • વિડિયોમાં કુણાલ કપૂર ઇન્દ્ર તરીકે વજ્ર સાથે દેખાયો
  • ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી રામાયણ ફિલ્મમાં હોલિવૂડના કમ્પોઝર હાન્સ ઝિમરનું સંગીત

મુંબઇ : રામાયણ ફિલ્મના એક નવી પ્રમોશનલ વિડિયોમાં ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે દસ હજારથી વધારે ટેકનિશ્યન્સ દુનિયાભરમાં કામ કરી રહ્યા છે.
ફિલ્મના નવા પ્રોમોમાં સીતા સાઇ પલ્લવીને અસુરો સામે લડતાં બતાવવામાં આવી છે તો કુણાલ કપૂર પણ ઇન્દ્ર તરીકે પોતાનું વજ્ર લઇને દેખાય છે. રાવણની ભૂમિકા ભજવતો યશ પણ ભગવાન શિવની વિરાટ પ્રતિમા સમક્ષ તાંડવ કરતો જણાય છે.
ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ ફિલ્મ અંગે મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કેટલીક ફિલ્મો બનાવવામાં આવતી હોતી નથી તે બની જાય છે. પાંચ નવેમ્બરે રિલિઝ થનારી આ ફિલ્મમાં એ આર રહેમાન ઉપરાંત હોલિવૂડના સંગીતકાર હાન્સ ઝીમરે પણ સંગીત આપ્યું છે.