Entertainment

ઘર પર કબજો કર્યો, લાત-મુક્કા માર્યા...', જાણીતી સિંગરના બોયફ્રેન્ડ પર આરોપ, વીડિયોમાં શેર કરી આપવીતી

By GS TEAM
28 Aug 20253 mins read
TukuTouch Logo
સિંગર અને રેડિયો જૉકી રહી ચૂકેલી સુચિત્રાએ પોતાના બયફ્રેન્ડ અને હાઈકોર્ટના વકીલ શુનમુગરાજ પર ઘરેલૂ હિંસા અને ફાઈનાન્શિયલી શોષણ કરવાનો અને પોતાની સંપત્તિનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. એક ઈન્સ્ટાગ્રામ વીડિયો શેર કરીને તેણે પોતાની આપવીતી શેર કરી. સિંગરે પોતાના રિલેશન વિશે વિગતવાર વાત કરતા કહ્યું કે, હું હવે આ મામલાને કાનૂની રીતે આગળ વધારીશ.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘર પર કબજો કર્યો, લાત-મુક્કા માર્યા...', જાણીતી સિંગરના બોયફ્રેન્ડ પર આરોપ, વીડિયોમાં શેર કરી આપવીતી

Singer Suchitra Serious Allegations Against Boyfriend Shunmugaraj:  સિંગર અને રેડિયો જૉકી રહી ચૂકેલી સુચિત્રાએ પોતાના બયફ્રેન્ડ અને હાઈકોર્ટના વકીલ શુનમુગરાજ પર ઘરેલૂ હિંસા અને ફાઈનાન્શિયલી શોષણ કરવાનો અને પોતાની સંપત્તિનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. એક ઈન્સ્ટાગ્રામ વીડિયો શેર કરીને તેણે પોતાની આપવીતી શેર કરી. સિંગરે પોતાના રિલેશન વિશે વિગતવાર વાત કરતા કહ્યું કે, હું હવે આ મામલાને કાનૂની રીતે આગળ વધારીશ. 

સુચિત્રાએ મારપીટના લગાવ્યા ગંભીર આરોપ

સુચિત્રાએ કહ્યું કે, 'હું ઘણા વર્ષોથી શુનમુગરાજને જાણતી હતી અને લગભગ સગાઈ કરી લીધી હતી. હું જ્યારે નબળા સમયમાંથી પસાર થઈ રહી હતી ત્યારે શુનમુગરાજ મારા જીવનમાં આવ્યો. તે મારા જીવનમાં સેફ ગાર્ડ તરીકે આવ્યો. પણ પછી મને ખ્યાલ આવ્યો કે તેણે મારા મન અને પૈસાનો ફાયદો ઉઠાવ્યો છે. તેણે મારું બધું લૂંટી લીધું.'

વીડિયોમાં સુચિત્રાએ દાવો કર્યો કે, મારો સંબંધ હિંસક બની ગયો. તેણે કહ્યું કે મને ઘણી વખત માર મારવામાં આવ્યો અને શુનમુગરાજે મને WWE રેસલરની જેમ લાત મારી હતી.સુચી લીક પછી, મને લાગ્યું કે આનાથી વધારે કંઈ ખરાબ ન થઈ શકે. પરંતુ તે થયું, હું તેના પ્રેમમાં પડી ગઈ. તેણે મને ઘણી વખત માર માર્યો. તેણે મને WWF રેસલરની જેમ તેના જૂતાથી લાત મારી. હું એક ખૂણામાં બેસીને રડતી રહેતી હતી અને તેને રોકવા માટે વિનંતી કરતી રહેતી હતી. 

સુચિત્રાના વીડિયોથી મચ્યો હંગામો

વિડીયો શેર કરીને સુચિત્રાએ કેપ્શનમાં લખ્યું કે, 'કર્મ ગમે તે હોય, હું એક મહિલા તરીકે હાર નહીં માનીશ. આ શુનમુગરાજે મારા મહેનતના પૈસા ચોરી લીધા, જે મેં તમારી પસંદના ગીતોમાંથી કમાયા હતા.'

બધા પૈસા લઈને ભાગી ગયો મંગેતર?

સુચિત્રાએ એવો પણ આરોપ લગાવ્યો કે, 'શુનમુગરાજે મારા પૈસા લીધા હતા અને મારી વસ્તુઓનો દુરુપયોગ કર્યો. તેણે મારા ચેન્નાઈના ઘરનો કબજો લઈ લીધો. ત્યારબાદ હું મુંબઈ જતી રહી, જ્યાં હું છેલ્લા કેટલાક મહિનાઓથી કામ કરી રહી છું. તેણે મારા બધા પૈસા લઈ લીધા, મારું ઘર લઈ લીધું, મારા સાધનોનો ઉપયોગ કર્યો અને મારુ કંઈ જ ન છોડ્યું. હું આ કહેતા ખુદને મૂર્ખ લાગુ છું, પરંતુ તે સત્ય છે.'

સુચિત્રાએ બીજો એ પણ આરોપ લગાવ્યો કે, 'શુનમુગરાજે મને તેના લગ્ન વિશે ખોટું કહ્યું હતું. તેણે એ હકીકત છુપાવી હતી કે તે હજુ પણ પરિણીત છે. બધા કહેતા હતા કે તેની પહેલી પત્નીના કારણે તે તૂટેલો છે, પરંતુ પછી મને ખબર પડી કે તેના ક્યારેય છૂટાછેડા થયા જ નહોતા. તેની પહેલી પત્ની મારી પાસે આવી અને તેને પાછો આપવા વિનંતી કરી.'


સિંગરે કહ્યું કે, 'મારા માટે આ સૌથી મોટો વ્યક્તિગત આઘાત છે અને હવે હું ન્યાય મેળવવા માટે કોર્ટમાં જઈશ. હું આ સમગ્ર મામલો કાયદેસર રીતે ઉકેલીશ. કોઈ પણ આ અન્યાય નહીં સ્વીકારશે.'

આ પણ વાંચો: બ્રિટનના 85 વિસ્તારોમાં પાકિસ્તાની દુષ્કર્મીઓની ગેંગ સક્રિય, UK સાંસદના રિપોર્ટથી ખળભળાટ

કોણ છે સુચિત્રા?

સુચિત્રા સુચી લીક્સ કંટ્રોવર્સીના કારણે ચર્ચામાં આવી હતી. તેણે ધનુષ અને અનિરુદ્ધ રવિચંદ્રન પર શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે સાઉથ એક્ટ્રેસ ત્રિશા વિશે એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. સુચિત્રાના પહેલા લગ્ન કોમેડિયન-અભિનેતા કાર્તિક કુમાર સાથે થયા હતા, પરંતુ 12 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. તે તમિલથી લઈને ઘણી અલગ-અલગ ભાષાઓમાં ગીતો ગાઈ ચૂકી  છે. સુચિત્રા તમિલ બિગ બોસ સીઝન 4નો પણ ભાગ રહી ચૂકી છે.