વિરાટ કોહલી સાથે અફેર અંગે તમન્ના ભાટિયાની સ્પષ્ટતા, પાકિસ્તાની ક્રિકેટર સાથે ગુપચુપ લગ્નની અફવા પર પણ તોડ્યું મૌન
Tamannaah Bhatia : ભારતીય સિનેમાના સૌથી ચર્ચિત ચહેરાઓમાંની એક માનવામાં આવતી તમન્ના ભાટિયા અફવાઓથી અજાણી નથી. મોટા પડદાથી લઈને ઓટીટી પ્લેટફોર્મ સુધી અનેક ભાષાઓમાં પોતાના કરિયર સાથે અભિનેત્રી ઘણીવાર સમાચાર આવતા રહે છે. હાલમાં જ મીડિયા સાથે વાત કરતાં 'આજ કી રાત' સ્ટારે આખરે લાંબા સમયથી ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણ વિરામ મૂક્યો છે, જે ઘણા લાંબા સમયથી ચાલતી સૌથી મોટી અફવામાં બે ક્રિકેટર વિરાટ કોહલી અને અબ્દુલ રઝાક સાથેનો તેનું નામ જોડાયું હતું.
આ પણ વાંચો: ફિલ્મી કરિયર ફ્લોપ રહ્યું છતાં 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન, હવે 57 વર્ષે બનશે પિતા
તમન્ના ભાટિયાએ ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી સાથેના તેના કથિત સંબંધો પર વાત કરતાં કહ્યું કે, 'મને ખૂબ જ ખરાબ લાગે છે કારણ કે, હું તેને માત્ર એક દિવસ માટે મળી હતી. શૂટિંગ પછી હું ક્યારેય વિરાટને મળી ન હતી. ન તો મેં તેની સાથે વાત કરી હતી અને ન તો હું તેને મળવા જવું છું.'
વિરાટ કોહલી અને તમન્ના ભાટિયા
વર્ષ 2010 માં એક જાહેરાતના શૂટિંગ દરમિયાન તમન્ના અને વિરાટ કોહલીનો એક તસવીર વાયરલ થઈ હતી, જેના કારણે સતત અફવાઓ ફેલાઈ હતી કે બંને ડેટિંગ કરી રહ્યા છે. પરંતુ જેમ તમન્નાએ એ વાત પર ખુલાસો કર્યો હતો, તે માત્ર એક પ્રોફેશનલ વાતચીત હતી, તેનાથી કંઈ વધારે નહીં, કંઈ ઓછું નહીં.
અબ્દુલ રઝાક સાથેના લગ્નની અફવા પર ખુલાસો
તો ઇન્ટરનેટ પર અન્ય એક બીજી અફવા ઉડી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે, જ્યારે બંને એક જ્વેલરી સ્ટોરમાં સાથે જોવા મળ્યા હતા. તેના પર તમન્નાએ કહ્યું, 'મજાક મજાકમાં અબ્દુલ રઝાક! ઇન્ટરનેટ એક રમુજી જગ્યા છે. ઇન્ટરનેટ પ્રમાણે મારા થોડા સમય માટે અબ્દુલ રઝાક સાથે લગ્ન થઈ ગયા.'
આ પણ વાંચો: 'પંચાયત'ના સ્ટાર એક્ટરે 21 દિવસમાં સ્મોકિંગ છોડ્યું, લાઈફ સ્ટાઈલ બદલાતા જુઓ શું કહ્યું
ક્રિકેટરની માફી માંગી
હાથ જોડીને કેમેરા સામે ફરીને મજાકના અંદાજમાં ક્રિકેટરને કહ્યું કે, 'માફ કરશો સાહેબ, તમારા બે-ત્રણ બાળકો છે... મને ખબર નથી કે તમારું જીવન શું છે!' તેને અત્યંત શરમજનક ગણાવતા તમન્નાએ સ્પષ્ટતા કરી કે, વાયરલ તસવીર એક જ્વેલરી સ્ટોરના ઉદ્ઘાટનની છે, જ્યાં તે બંને સાથે ગયા હતા, જે સંપૂર્ણપણે સંયોગ હતો.