ફિલ્મી કરિયર ફ્લોપ રહ્યું છતાં 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન, હવે 57 વર્ષે બનશે પિતા
Arbaaz Khan: ફિલ્મોમાં અભિનેતા તરીકે અરબાઝ ખાનની કારકિર્દી ભલે ખાસ રહી ન હોય, પરંતુ તે કરોડોની સંપત્તિનો માલિક છે. અરબાઝ ખાને પોતાની ફિલ્મી કારકિર્દીમાં અમુક જ હિટ ફિલ્મો આપી છે. તેની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ છે. તેમજ સલમાન ખાનનો ભાઈ અરબાઝ પોતાના કામ કરતાં વધુ પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. એવામાં હવે તે 57 વર્ષની ઉંમરે ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યા છે. તેનો જન્મ 4 ઓગસ્ટ, 1967ના રોજ પૂણે, મહારાષ્ટ્રમાં થયો હતો. અરબાઝે 90ના દાયકામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ફિલ્મોમાં નિષ્ફળતા મળી હોવા છતાં, તેઓ આજે કરોડોની સંપત્તિના માલિક છે.
મલાઇકાએ 2017માં અરબાઝથી છૂટાછેડા લીધા
અરબાઝે એક્શન, કોમેડી અને રોમાન્સ જેવી ફિલ્મો દ્વારા લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી. જોકે, તેમનું અંગત જીવન પણ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યું છે. અરબાઝ અને મલાઇકા અરોરાનો પ્રેમ અને ત્યારબાદ તેમના છૂટાછેડા પણ ખૂબ ચર્ચામાં રહ્યા. એક સમય હતો જ્યારે આ જોડી બોલિવૂડની જાણીતી જોડીઓમાંથી એક ગણાતી હતી, પરંતુ મલાઇકાએ 2017માં અરબાઝથી છૂટાછેડા લીધા.
અરબાઝ અને જ્યોર્જિયાનો સંબંધ
અરબાઝથી છૂટાછેડા લીધાના થોડા સમય બાદ મલાઈકાએ અર્જુન કપૂર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. બીજી તરફ, અરબાઝના જીવનમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીની એન્ટ્રી થઈ. બંનેને દરેક જગ્યાએ સાથે જોવા મળતા હતા. જ્યોર્જિયા ખાન પરિવારના ફંક્શનમાં પણ જોવા મળતી હતી. એવું મનાતું હતું કે અરબાઝ ટૂંક સમયમાં તેની સાથે લગ્ન કરી લેશે. પરંતુ પછી અચાનક બંને વચ્ચે અંતર વધી ગયું.
અરબાઝે જ્યોર્જિયાથી અલગ થયા બાદ શૂરા ખાન સાથે લગ્ન કરી લીધા. અરબાઝના આ બીજા લગ્ને સૌને ચોંકાવી દીધા હતા. શૂરા એક મેકઅપ આર્ટિસ્ટ છે. આ બંનેની મુલાકાત એક ફિલ્મના સેટ પર થઈ હતી અને ત્યાંથી જ તેઓ એકબીજાની નજીક આવ્યા. ગયા વર્ષે અરબાઝે ગુપચુપ રીતે શૂરા સાથે લગ્ન કર્યા અને હવે તેઓ ટૂંક સમયમાં ફરીથી પિતા બનવાનો છે. 57 વર્ષની ઉંમરે ફરીથી પિતા બનવાને કારણે અરબાઝ હાલ ખૂબ ચર્ચામાં છે.
આ પણ વાંચો: 'પંચાયત'ના સ્ટાર એક્ટરે 21 દિવસમાં સ્મોકિંગ છોડ્યું, લાઈફ સ્ટાઈલ બદલાતા જુઓ શું કહ્યું
500 કરોડની નેટ વર્થ
અરબાઝની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો, તેના ભાગે હિટ ફિલ્મો ઓછી અને ફ્લોપ ફિલ્મો વધુ આવી છે. તેમ છતાં, નેટ વર્થના મામલે અરબાઝ કોઈ મોટા અભિનેતાથી પાછળ નથી. GQના અહેવાલ મુજબ, અરબાઝ ખાનની કુલ સંપત્તિ લગભગ 500 કરોડ રૂપિયા છે. સલમાનનો ભાઈ એક ફિલ્મ માટે 10-15 કરોડ રૂપિયા ફી લે છે. જાહેરાતો માટે પણ અરબાઝ સારી એવી ફી લે છે.