'પંચાયત'ના સ્ટાર એક્ટરે 21 દિવસમાં સ્મોકિંગ છોડ્યું, લાઈફ સ્ટાઈલ બદલાતા જુઓ શું કહ્યું
Image Source: Twitter
Actor Aasif Khan Reveals He Quit Smoking 21 Days: પંચાયતના 'દામાદ જી' એટલે કે એક્ટર આસિફ ખાને પોતાના જીવનમાંથી એક એવી વસ્તુને અલવિદા કહી દીધુ છે, જેનાથી લગભગ દરેક લોકો છૂટકારો મેળવવા માગતા હોય છે. થોડા દિવસો પહેલા જ એક્ટરને બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે લગભગ 21 દિવસ બાદ આસિફે જણાવ્યું કે, 'ફાઈનલી મેં સ્મોકિંગ છોડી દીધુ છે.'
આસિફ ખાને કેવી રીતે છોડ્યું સ્મોકિંગ?
રવિવારે બધા 'ફ્રેન્ડશીપ ડે' ની ઉજવણી કરી રહ્યા હતા. આ ખાસ પ્રસંગે આસિફે પોતાના ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, 'મેં મારું જીવન સુધારવા માટે સ્મોકિંગ છોડી દીધું છે. મેં લગભગ 21 દિવસથી સ્મોકિંગ નથી કર્યું અને ત્યારબાદ હું ખૂબ સારું અનુભવી રહ્યો છું. પોતાની હેલ્થ અપડેટ આપતા એક્ટરે લખ્યું કે, 'લોકો કહે છે કે 21 દિવસમાં દરેક સારી-ખરાબ ટેવ છૂટી જાય છે. આજે મને સ્મોકિંગ છોડ્યાને 21 દિવસ થઈ ગયા છે. આ ફ્રેન્ડશીપ ડે પર મેં વિચાર્યું કે આનાથી સારો દિવસ કયો હોઈ શકે છે એ જણાવવા માટે કે હું મારા મિત્રોને કેટલો પ્રેમ કરું છું.'
'જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. પરંતુ ઉતાર-ચઢાવમાં એક ભીડ તમારી સાથે ચાલે છે. પણ જે લોકો ઉતાર-ચઢાવમાં સાથે ઉભા રહ્યા તેમને ફ્રેન્ડશીપ ડેની શુભકામનાઓ. સાચા લોકોની ઓળખ કરવા માટે કોઈ હોસ્પિટલના બેડ પર જવાની રાહ ન જુઓ. આ મોટા-મોટા શહેરોની મોટી-મોટી વાતોમાં ખોવાઈ ન જાઓ.'
કેવી છે હવે આસિફની તબિયત?
આસિફે આગળ સ્મોકિંગ છોડવાની વાત સાથે પોતાની હેલ્થ અપડેટ પણ શેર કરી. તેણે કહ્યું કે, હવે હું સ્વસ્થ છું. તેણે પોતાની પોસ્ટમાં જે ફોટા શેર કર્યા છે તે જૂના છે. એક્ટરે લખ્યું કે, 'ચા પી રહેલા લોકોને જોઈને બ્લેક કોફી ન પીઓ. દરરોજ મિત્રોને મળો, જીવનનો સોદો 20-30 રૂપિયાની વસ્તુઓથી ન કરો. કદાચ આ વાંચીને પછી મને હસવું આવશે. હું હવે ઘરે છું અને સારું અને સ્વસ્થ અનુભવી રહ્યો છું.'
તમને જણાવી દઈએ કે ત્રણ અઠવાડિયા પહેલા સમાચાર આવ્યા હતા કે, આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, પાછળથી ખબર પડી કે તેમને હાર્ટ એટેક નહીં, પરંતુ ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લેક્સ રોગ થયો હતો, જેના કારણે તેને હાર્ટ એટેક જેવા લક્ષણો અનુભવાયા હતા.