Entertainment

ધર્મેન્દ્રના ફેન્સને મળી ભાવુક થયા સની અને બોબી દેઓલ, ચાહકો વચ્ચે ઉજવ્યો પિતાનો 90મો જન્મદિન

By GS TEAM
9 Dec 20253 mins read
TukuTouch Logo
હવે ધર્મેન્દ્રના જન્મદિવસ પર પુત્રો સની દેઓલ અને બોબી દેઓલે તેમના જુહુના ઘરે તેમના ચાહકો માટે મીટ એન્ડ ગ્રીટ રાખ્યું હતું. 8 ડિસેમ્બરની સવારે દેશભરના ચાહકો ધર્મેન્દ્રના જુહુ સ્થિત ઘરની બહાર એકઠા થઈ ગયા. સની અને બોબી પિતાના ચાહકોને મળવા માટે બહાર આવ્યા અને હાથ જોડીને તેમનો આભાર માન્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મેન્દ્રના ફેન્સને મળી ભાવુક થયા સની અને બોબી દેઓલ, ચાહકો વચ્ચે ઉજવ્યો પિતાનો 90મો જન્મદિન

Sunny Deol Bobby Deol Emotional On Meeting Dharmendra Fans: 'હી મેન' ધર્મેન્દ્રનો 8 ડિસેમ્બરે 90મો જન્મદિવસ હતો, પરંતુ આ ખાસ દિવસે તેઓ આ દુનિયામાં નથી. તેમના જન્મદિવસના 15 દિવસ પહેલા જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ હતું. 24 નવેમ્બરે ધર્મેન્દ્રનું નિધન થયુ હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. જોકે, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો અને પરિવાર તેમનો 90મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવાની તૈયારી કરી રહ્યો હતો... પરંતુ ભગવાન તો કોઈ બીજી જ યોજના બનાવી રહ્યા હતા. હવે ધર્મેન્દ્રના જન્મદિવસ પર પુત્રો સની દેઓલ અને બોબી દેઓલે તેમના જુહુના ઘરે તેમના ચાહકો માટે મીટ એન્ડ ગ્રીટ રાખ્યું હતું.  8 ડિસેમ્બરની સવારે દેશભરના ચાહકો ધર્મેન્દ્રના જુહુ સ્થિત ઘરની બહાર એકઠા થઈ ગયા. સની અને બોબી પિતાના ચાહકોને મળવા માટે બહાર આવ્યા અને હાથ જોડીને તેમનો આભાર માન્યો. 



ધર્મેન્દ્રને યાદ કરીને રડવા લાગી ચાહક

એક ચાહક તો ધર્મેન્દ્રને યાદ કરીને ખૂબ જ રડવા લાગી. તે ધર્મેન્દ્ર સાથે જોડાયેલી યાદો સંભળાવી રહી હતી અને સની અને બોબી ધ્યાનથી તેને સાંભળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે આ ચાહકને શાંત પાડી અને તેને ગળે લગાવી. બાદમાં, સની અને બોબી દેઓલે તેની સાથે ફોટા પણ પડાવ્યા. ધર્મેન્દ્રના 90મા જન્મદિવસ પર બંને પુત્રોએ તેમના પિતાના જુહુ સ્થિત ઘરના દરવાજા બધા માટે ખોલી દીધા હતા અને પિતાના ચાહકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.



ધર્મેન્દ્રના ફેન્સને મળી ભાવુક થયા સની અને બોબી દેઓલ

પિતા ધર્મેન્દ્ર માટે ચાહકોનો અપાર પ્રેમ જોઈને સની દેઓલ અને બોબી દેઓલ ભાવુક થઈ ગયા. બંને ભાઈઓ દિલમાં ઉદાસી અને આંખોમાં આંસુ સાથે ક્યારેક ચાહકો સાથે હસતા તો ક્યારેક ગંભીર નજર આવ્યા. ચાહકો ધર્મેન્દ્રની બર્થ એનિવર્સરી પર ફૂલ, તેમની તસવીર અને ફૂલોના ગુલદસ્તા લઈને પહોંચ્યા હતા. કેટલાક રડી રહ્યા હતા તો, કેટલાક ધરમ પાજીના કિસ્સા સંભળાવી રહ્યા હતા. સની અને બોબી દેઓલે કેટલાક ચાહકોને તો ઘરની અંદર પણ બોલાવ્યા. ધર્મેન્દ્રની બર્થ એનિવર્સરી પર સની અને બોબીથી લઈને બહેન એશા દેઓલ અને હેમા માલિનીએ તેમના માટે ભાવનાત્મક પોસ્ટ લખી હતી અને હી મેન સાથે જોડાયેલી યાદો શેર કરી હતી.



સલમાન ખાન પણ ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થયો હતો

બીજી તરફ તાજેતરમાં જ 'બિગ બોસ 19' ના ગ્રાન્ડ ફિનાલેમાં સલમાન ખાન પણ ધર્મેન્દ્રને યાદ કરીને રડી પડ્યો હતો. સલમાન જ્યાં ધર્મેન્દ્રને પોતાના પિતા અને મોટા ભાઈ માનતો હતો, ત્યારે 'હી મેન' પણ તેને પોતાનો ત્રીજો પુત્ર કહેતા હતા. સલમાને રડતા-રડતા જણાવ્યું હતું કે, જે દિવસે ધરમ જીનું નિધન થયું તે દિવસે મારા પિતા સલીમ ખાનનો જન્મદિવસ હતો અને જે દિવસે ધરમ જીનો 90મો જન્મદિવસ છે તે દિવસે મારી માતા સલમાનો પણ જન્મદિવસ આવે છે. ધર્મેન્દ્રએ સલમાનને બિગ બોસની આગામી સીઝન (19મી સીઝન)માં આવવાનું વચન આપ્યું હતું, પરંતુ તે વચન અધૂરું રહી ગયું. ધર્મેન્દ્ર છેલ્લી કેટલીક સીઝનથી સતત 'બિગ બોસ'માં આવી રહ્યા હતા.