જાણીતા ડિરેક્ટરે 'સ્પિરિટ' ફિલ્મમાંથી દીપિકા પાદુકોણને કાઢી મૂકી? અભિનેત્રીની શરતો મંજૂર નહોતી
Deepika Padukone Out From Prabhas Starrer Spirit: પ્રભાસની આગામી ફિલ્મ 'સ્પિરિટ' ખૂબ જ રાહ જોવાઈ રહી છે. તેનું ડિરેકશન લોકપ્રિય ડિરેક્ટરે સંદીપ રેડ્ડી વાંગાના હાથમાં છે. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષક બનાવવાના વિઝન સાથે તૈયાર કરવામાં આવી રહી છે. જેના કારણે આ ફિલ્મ પાસેથી ચાહકોની અપેક્ષાઓ ખૂબ જ ઉંચી છે.
વાંગાએ દીપિકાને ફિલ્મમાંથી કાઢી મૂકી
આ દરમિયાન, ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણ અંગે એક અપડેટ વાઈરલ થઈ રહી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ માટે દીપિકાને મોટી ફી આપીને સાઇન કરવામાં આવી હતી, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે અભિનેત્રીની શરતોના કારણે વાંગાએ દીપિકાને ફિલ્મમાંથી કાઢી મૂકી છે.
દીપિકાએ ફિલ્મ માટે મૂકી હતી આ શરતો
જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેલાઈ રહેલી અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો દીપિકા અને ફિલ્મ નિર્માતાઓ વચ્ચેની વાતચીત આગળ વધી શકી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકાએ કેટલીક શરતો રાખી હતી જેમાં દીપિકાએ ફિલ્મમાં પોતાની ફી તરીકે ફિલ્મના નફામાં હિસ્સો માંગ્યો હતો. તેમજ તેલુગુમાં ડાયલોગ બોલવાનો ઇનકાર કર્યો હતો આ સાથે જ કામના કલાકોની મર્યાદા જેવી પણ શરતો મૂકેલી હતી, જે નિર્માતાઓને પસંદ આવી ન હતી.
આ પણ વાંચો: દિગ્ગજ તમિલ અભિનેતા વિશાલ 12 વર્ષ નાની અભિનેત્રી સાથે કરશે લગ્ન, જાણો કોણ છે સાઈ ધનશિકા?
જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલમાં, આ બધી માત્ર અફવાઓ છે અને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો આ અફવાઓમાં થોડી પણ સત્યતા હોય, તો ફેન્સ હવે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે કે આ ફિલ્મમાં પ્રભાસ સાથે કઈ અભિનેત્રી જોવા મળશે.