Entertainment

કાવ્યા મારન સાથેના લગ્નની વાતને સ્ટાર સિંગરે અફવા ગણાવી, જુઓ શું રિએક્શન આપ્યું

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
તાજેતરમાં જ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા ગાયક અને મ્યુઝિશિયન અનિરુદ્ધ રવિચંદર ટૂંક સમયમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની માલિકણ કાવ્યા મારન સાથે લગ્ન કરવાના છે તેવા અહેવાલો સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા. જો કે, સોશિયલ મીડિયા પર વહેતા થયેલા સમાચાર બાદ અનિરુદ્ધ રવિચંદર ખુલાસો કરતાં આ સમાચારને અફવા ગણાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાવ્યા મારન સાથેના લગ્નની વાતને સ્ટાર સિંગરે અફવા ગણાવી, જુઓ શું રિએક્શન આપ્યું

Star singer Anirudh Ravichander : તાજેતરમાં જ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા ગાયક અને મ્યુઝિશિયન અનિરુદ્ધ રવિચંદર ટૂંક સમયમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની માલિકણ કાવ્યા મારન સાથે લગ્ન કરવાના છે તેવા અહેવાલો સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા. જો કે, સોશિયલ મીડિયા પર વહેતા થયેલા સમાચાર બાદ અનિરુદ્ધ રવિચંદર ખુલાસો કરતાં આ સમાચારને અફવા ગણાવી છે. 

આ પણ વાંચો : ઝહીર અને સાગરિકાએ દીકરાની તસવીર જાહેર કરી, નામ રાખ્યું છે ફતેહસિંહ ખાન

'શાંત રહો મિત્રો, કૃપા કરીને અફવાઓ ફેલાવવાનું બંધ કરો.'

સોશિયલ મીડિયામાં અહેવાલો અનુસાર, અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન ઘણાં સમયથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી હતી. જોકે, બંનેએ ક્યારેય આ વાત સ્વીકારી નથી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને ટૂંક સમયમાં લગ્ન કરશે. તેમના સંબંધોની ચર્ચા સાચી માનવામાં આવી રહી હતી, કારણ કે બંને ઘણી વખત રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. અમેરિકાના લોસ વેગાસમાં બંને સાથે જોવા મળ્યા હોવાની પણ ચર્ચા થઈ હતી. વર્ષ 2023માં દક્ષિણ ભારતીય અભિનેત્રી કીર્તિ સુરેશને ડેટ કરવા બદલ અનિરુદ્ધનું નામ ચર્ચામાં આવ્યું હતું. જોકે, હવે અનિરુદ્ધ રવિચંદર તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, 'લગ્ન!, શાંત રહો મિત્રો, કૃપા કરીને અફવાઓ ફેલાવવાનું બંધ કરો.'

આ પણ વાંચો : એક સમયે નક્સલી હતો આ સુપરસ્ટાર, દારૂણ ગરીબીમાં ભોજન માટે ઈન્ટરવ્યૂ આપતો

આ ગીતથી અનિરુદ્ધ રવિચંદરે ખ્યાતિ મેળવી 

ગાયક અને મ્યુઝિશિયન અનિરુદ્ધ રવિચંદર વર્ષ 2012માં પહેલું ગીત કમ્પોઝ કર્યું હતું. વ્હાય ધીસ કોલાવેરી ડી ગીત તમિલ સુપરસ્ટાર ધનુષ દ્વારા ગાયું હતું, જેણે ધમાલ મચાવી દીધી હતી. તેણે કારકિર્દીની શરૂઆતમાં ઘણી પ્રખ્યાત ફિલ્મોથી કરી હતી.  આ ફિલ્મોમાં મુખ્ય પાત્રની એન્ટ્રી માટે તેમના સંગીતનો ઉપયોગ બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે કરવામાં આવ્યો હતો. આમાં વિજયની ફિલ્મ માસ્ટરમાં 'વાથી કમિંગ' ગીત અથવા કમલ હાસનની ફિલ્મ વિક્રમનું થીમ સોંગ શામેલ છે. આમાંની ઘણી ફિલ્મો અનિરુદ્ધના ઇલેક્ટ્રિક બેકગ્રાઉન્ડ મ્યુઝિકને કારણે સુપરહિટ બની છે.