Get The App

એક સમયે નક્સલી હતો આ સુપરસ્ટાર, દારૂણ ગરીબીમાં ભોજન માટે ઈન્ટરવ્યૂ આપતો

Updated: Jun 16th, 2025

GS TEAM

Google News
Google News
એક સમયે નક્સલી હતો આ સુપરસ્ટાર, દારૂણ ગરીબીમાં ભોજન માટે ઈન્ટરવ્યૂ આપતો 1 - image


Mithun Chakraborty Birthday: ફિલ્મ જગતમાં પ્રવેશનાર દરેક એક્ટરની ઈચ્છા હોય કે, તેની ફિલ્મોને અને તેને દર્શકોનો પ્રેમ મળે. આજે એક એવા જ દિગ્ગજ બોલિવૂડ અભિનેતાનો જન્મદિવસ છે, જેણે માત્ર મહેનતના બળે પોતાની ઓળખ તો બનાવી જ પરંતુ એ સ્થાન પણ પ્રાપ્ત કર્યું જે ઘણા સ્ટાર્સ સારા બેકગ્રાઉન્ડમાંથી આવવા છતાં હાંસલ નથી કરી શકતા. આ એ સુપરસ્ટાર છે જે એક સમયે નક્સલી ગેંગનો હિસ્સો હતો, પરંતુ પછી તેણે પોતાની ક્ષમતાના દમ પર ફિલ્મ જગતમાં નામ અને ખ્યાતિ મેળવી. અમે મિથુન ચક્રવર્તી વિશે વાત કરી રહ્યા છીએ, જેનો આજે 75મો જન્મદિવસ છે. આજે દિગ્ગજ અભિનેતાના જન્મદિવસ પર અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ.

મિથુન ચક્રવર્તીનું ડેબ્યૂ 

મિથુન ચક્રવર્તીએ 1976માં 'મૃગયા' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. મિથુન દા ને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. તેનું નસીબ રાતોરાત ચમકી ઉઠ્યું, પરંતુ આ પછી પણ સંઘર્ષ ચાલુ રહ્યો. સ્ટારડમ પછી પણ તેઓ ભૂખ સામે લડી રહ્યા હતા. મિથુન ચક્રવર્તીએ ઘણી વખત પોતાના સંઘર્ષ વિશે વાત કરી છે. મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહે સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, મારા પિતા એક સમયે એવી હાલતમાં હતા કે જ્યારે એક પત્રકારે તેમને ઈન્ટરવ્યૂ માટે પૂછ્યું, ત્યારે તેમણે વિચાર્યા વિના જ તેમની પાસે જમવાનું માંગ્યું અને કહ્યું- 'મને બિરયાની ખવડાવી દો, હું ઈન્ટરવ્યૂ આપીશ.'

મિથુન ચક્રવર્તીનો સંઘર્ષ

મિથુન ચક્રવર્તીનું જીવન કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછું નથી. યુવાનીમાં તે નક્સલી ગેંગનો હિસ્સો હતો, જેના કારણે તેના પિતાએ તેને શહેર છોડી દેવા માટે કહ્યું હતું. જ્યારે તેના ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું, ત્યારે તે નક્સલીઓને છોડીને બોમ્બે ચાલ્યો ગયો. પરંતુ અહીં ટકી રહેવું તેના માટે એટલું સરળ નહોતું. એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં તેણે કહ્યું હતું કે, 'મેં એવા દિવસો પણ જોયા છે જ્યારે ક્યારેક મારે ખાલી પેટ પણ સૂવું પડતું હતું. હું ખાલી પેટે રડતા-રડતા સૂઈ જતો હતો. એવા પણ દિવસો હતા જ્યારે મારા મનમાં વિચારો આવતા હતા કે મને ખબર નથી કે મને બીજી વખત જમવાનું ક્યારે મળશે અને હું ક્યાં સૂઈશ. હું ઘણા દિવસો ફૂટપાથ પર પણ સૂતો છું.'

આ પણ વાંચો: રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો, આજે સાંજે અંતિમવિધિ

મિથુન ચક્રવર્તીની ફિલ્મી સફર

મિથુન ચક્રવર્તીના શ્યામ રંગના કારણે મોટાભાગના લોકો કહેતા હતા કે તે ક્યારેય હીરો નહીં બની શકે. પરંતુ તેણે તમામ અવરોધો પાર કરીને સિનેમાની દુનિયામાં તે સ્થાન પ્રાપ્ત કર્યું જે મોટા-મોટા ગુડ લુકિંગ એક્ટર પણ હાંસલ નહોતા કરી શકતા. તેણે મૃગયા ફિલ્મથી ડેબ્યૂ કર્યું અને તેની પહેલી ફિલ્મ માટે તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યો. એક સમયે તેનું સ્ટારડમ એટલું બધું વધી ગયું હતું કે, ઘણા મોટા કલાકારો તેનાથી નારાજ હતા. ઘણા લોકોએ અભિનેત્રીઓને મિથુન સાથે કામ ન કરવાનું પણ કહ્યું હતું. આ દરમિયાન ઝિન્નત અમાન એવી અભિનેત્રી હતી જેણે કોઈની વાત ન સાંભળી અને તેની સાથે 'તકદીર'માં કામ કર્યું. મિથુન આ ફિલ્મથી એટલો ચમક્યો કે તે છવાઈ ગયો અને 'ડિસ્કો ડાન્સર' એ તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો.

મિથુન ચક્રવર્તીએ જ્યારે લગાવી દીધી ફ્લોપ ફિલ્મોની લાઈન

તમને જણાવી દઈએ કે, મિથુન ચક્રવર્તીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. 1989માં મિથુન ચક્રવર્તીની એક જ વર્ષમાં 19 ફિલ્મો રિલીઝ થઈ હતી. આમાંથી 10થી વધુ ફિલ્મો હિટ થઈ હતી. તે ફ્લોપ ફિલ્મોની બાબતમાં પણ ઘણો આગળ રહ્યો છે. તે એવા કલાકારોમાંથી એક છે જે સતત ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ ફિલ્મ જગતમાં ટકી રહ્યો છે. તેણે 1-2 કે 8-10 નહીં પરંતુ સતત 33 ફ્લોપ ફિલ્મો આપી અને જો આપણે તેના સમગ્ર કારકિર્દીની વાત કરીએ તો તેમણે 180 ફ્લોપ ફિલ્મો આપી છે, તે પછી પણ તેને 'ગોડ ઓફ બોલિવૂડ' કહેવામાં આવે છે.

મિથુન ચક્રવર્તીની પર્સનલ લાઈફ

મિથુન ચક્રવર્તીનું અંગત જીવન પણ એક સમયે ઉથલપાથલથી ભરેલું હતું. તેના પહેલા લગ્ન 4 મહિનામાં જ તૂટી ગયા હતા. તેણે 1979માં હેલેના લ્યુક સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન 4 મહિના પણ નહોતા ટક્યા. લગ્નના 4 મહિના પછી મિથુન હેલેનાથી અલગ થઈ ગયો. ત્યારબાદ તેણે યોગિતા બાલી સાથે લગ્ન કર્યા. બંનેને ચાર બાળકો મિમોહ, નમાશી, દિશાની અને ઉષ્મા ચક્રવર્તી છે. આમાંથી દિશાનીને મિથુન અને યોગિતાએ દત્તક લીધી છે.

Tags :