'જાણીતા ડિરેક્ટરે મને બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી..', સ્ટાર ક્રિકેટરની બહેનનો ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Malti Chahar: ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર તાજેતરમાં બિગ બોસ 19માં જોવા મળી હતી. બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા પછી, તેણે ઘરની અંદર અને ઇન્ડસ્ટ્રીમાં તેની સફર વિશે ચર્ચા કરી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણે કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી. તેણે યાદ કર્યું કે, કેવી રીતે એક વૃદ્ધ ફિલ્મ ફિલ્મમેકરે એકવાર તેને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં SG હાઈવેના સોલા બ્રિજ પર ટાયર ફાટતાં આઈસર પલટી, ભયંકર ટ્રાફિક જામ
કાસ્ટિંગ કાઉચ વિશે માલતીએ શું કહ્યું?
એક ઇન્ટરવ્યુમાં માલતીએ કહ્યું, "હા, ક્યારેક-ક્યારેક આવું બન્યું છે. એકાદ-બે વાર લોકોએ ચાન્સ માર્યો હશે. પરંતુ લોકો તમારી બૉડી લેંગ્વેજથી સમજી જાય છે. લોકો અહીં ખૂબ સ્માર્ટ છે. તે તમારો નેચર જાણ છે. એક-બે લોકોએ વાત કરી, એક તો દુર્વ્યવહાર પણ કર્યો પરંતુ, બાકી બધા સમજદાર નીકળ્યા. તેઓ તમારી બૉડી લેંગ્વેજ પરથી સમજી જાય છે, જે બેકગ્રાઉન્ડથી હું આવું છું, મારા પપ્પા એરફોર્સમાં રહ્યા છે તો મારી વાતમાં એ ઝલકે છે. ઇન્ડસ્ટ્રીમાં આ બધી વસ્તુઓ જે થઈ રહી છે, તેના માટે છોકરીઓ જવાબદાર છે. છોકરીઓએ એ માનીને ચાલવું જોઈએ કે છોકરાઓ પોતાના પાવર અને પોઝિશન અને ફાયદો ઉઠાવશે જ. છોકરીઓએ તેમની વાતોમાં ન આવવું ન જોઇએ.
ડિરેક્ટરે કિસ કરવાનો કર્યો પ્રયાસ
આ વાતચીત દરમિયાન માલતીએ કહ્યું કે, એક પોપ્યુલર ડિરેક્ટરે તેને ઓફિસમાં કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ એક પ્રોજેક્ટને લઈને અવાર-નવાર તેને મળતી હતી, તો જ્યારે કામ પૂરુ થઈ ગયું તો માલતીએ તેને સાઇડથી હગ કર્યું. તેની બદલે ડિરેક્ટરે તેને હોઠ પર કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ
માલતી ચહર સ્તબ્ધ થઈ ગઈ
માલતીએ કહ્યું, "હું સ્તબ્ધ થઈ ગઈ. મને સમજાયું નહીં કે શું થયું. મેં તેને ત્યાં જ ચૂપ કરી દીધો અને ફરી ક્યારેય તેને મળી પણ નહીં. તે ઘણો વૃદ્ધ છે અને હું તેને પિતા સમાન માનતી હતી. તે ઘટનાએ મને શીખવ્યું કે કોઈને પણ મારા પિતા ન માનો. બધાથી દૂર રહો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ ઉંમરનો માણસ આવું કામ કરી શકે છે. મને બહુ ગસ્સો આવ્યો હતો."








