Get The App

ઈલિયાના ડી ક્રૂઝ બીજી વખત માતા બને તેવી અટકળો

Updated: Jan 2nd, 2025

GS TEAM


Google News
Google News
ઈલિયાના ડી ક્રૂઝ બીજી વખત માતા બને તેવી અટકળો 1 - image


- સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંકેત આપ્યો

- ઈલિયાનાએ  2023ના ઓગસ્ટ માસમાં જ પહેલાં સંતાનને જન્મ આપ્યો હતો

મુંબઇ : ઇલિયાના  ડી ક્રુઝ બીજી વાર પ્રેગનન્ટ હોવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગેનો સંકેત આપ્યો છે. 

ઈલિયાનાએ પોતાનું પાછલું  વર્ષ કેવું વીત્યું તેની એક પોસ્ટ મૂકી છે. તેમાં ઓક્ટોબર માસમાં તેણે પ્રેગનન્સી ટેસ્ટ કીટ સાથેનો ફોટો શેર કર્યો છે. તેની સાથે તેણે લખ્યું છે કે ૨૦૨૫ માટે તેની ઘણી  અપેક્ષાઓ છે. 

ઈલિયાનાએ સ્પષ્ટ ફોડ પાડયો નથી પરંતુ ચાહકો માની રહ્યા છે કે આ રીતે ઈલિયાનાએ તે બીજી વાર પ્રેગનન્ટ હોવાનો સંકેત આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ઇલિયાનાએ માઇકલ ડોલન સાથે ગુપચુપ લગ્ન કરી લીધા હતા. તે ૨૦૨૩ના ઓગસ્ટ મહિનામાં પ્રથમ બાળકની માતા બની હતી.

Tags :