Entertainment

VIDEO: 'જટાધારા'નું ટીઝર રિલીઝ, જોવા મળ્યું એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનું રૌદ્ર સ્વરૂપ

By GS TEAM
8 Aug 20252 mins read
TukuTouch Logo
Jatadhara Teaser: અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને સુધીર બાબુની બહુ પ્રતિક્ષિત ફિલ્મ 'જટાધારા'નું ટીઝર મેકર્સ દ્વારા આજે રિલીઝ કરવામાં આવ્યુ છે. ટીઝરમાં સોનાક્ષીનો ખાસ લુક સૌને આકર્ષિત કરી રહ્યો છે. સોનાક્ષીએ ટીઝરને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું છે, 'બલિદાન સે જન્મા એક નાયક, ઔર લાલચ સે પનપા અંધકાર, ટકરાવ કી શરૂઆત હો ચૂકી હૈ', ટીઝરમાં સોનાક્ષી આકર્ષક અવતારમાં દેખાઈ રહી છે. ઘરેણાં, કાજલથી સજ્જ આંખો, લાલ ચાંદલો અને માથા પરના તિલકમાં અભિનેત્રીનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'જટાધારા'નું ટીઝર રિલીઝ, જોવા મળ્યું એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાનું રૌદ્ર સ્વરૂપ
image source: instagram/ IANS 

Jatadhara Teaser: અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને સુધીર બાબુની બહુ પ્રતિક્ષિત ફિલ્મ 'જટાધારા'નું ટીઝર મેકર્સ દ્વારા આજે રિલીઝ કરવામાં આવ્યુ છે. ટીઝરમાં સોનાક્ષીનો ખાસ લુક સૌને આકર્ષિત કરી રહ્યો છે. સોનાક્ષીએ ટીઝરને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું છે, 'બલિદાન સે જન્મા એક નાયક, ઔર લાલચ સે પનપા અંધકાર, ટકરાવ કી શરૂઆત હો ચૂકી હૈ', ટીઝરમાં સોનાક્ષી આકર્ષક અવતારમાં દેખાઈ રહી છે. ઘરેણાં, કાજલથી સજ્જ આંખો, લાલ ચાંદલો અને માથા પરના તિલકમાં અભિનેત્રીનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે.  

'જટાધારા'માં સોનાક્ષીનો એક અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં સુધીર બાબુ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ટીઝરમાં સુધીર અને સોનાક્ષી એકબીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે. વેંકટ કલ્યાણ અને અભિષેક જાયસવાલના દિગ્દર્શનમાં બનેલી 'જટાધારા' એક્શન અને સસ્પેન્સથી ભરપૂર એક મનોરંજક ફિલ્મ છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ દર્શકોના મનમાં ઉત્સુકતા વધી છે, દર્શકો આ ફિલ્મના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત છે. ફિલ્મની કહાણી વિશેષ રૂપે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી જ જાણવા મળશે. હાલ મેકર્સે ફિલ્મનું ફર્સ્ટલુક પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં સુધીર બાબૂ અને સોનાક્ષી સિન્હા દેવી અવતારમાં જોવા મળી રહી છે.  

આ પણ વાંચો : પહેલીવાર મંદિરમાં થઈ ફિલ્મ સફળ થયાની ઉજવણી, સીક્વલ્સની કરાઈ જાહેરાત!

જણાવી દઈએ કે ફિલ્મને ઝી સ્ટુડિયો દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. તેને એસ કે ઝી એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં કમાલના VFX જોવા મળશે. મ્યુઝિક ઝી મ્યુઝિક કંપની પર રિલીઝ થશે. મેકર્સ વર્ષના અંતમાં આ ફિલ્મને રિલીઝ કરવાની પ્લાનિંગ છે.