Get The App

લગ્નના 1 વર્ષ બાદ સોનાક્ષીએ ભાઈઓ સાથે વિવાદ મુદ્દે મૌન તોડ્યું, કહ્યું- હું ધ્યાન નથી આપતી

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
લગ્નના 1 વર્ષ બાદ સોનાક્ષીએ ભાઈઓ સાથે વિવાદ મુદ્દે મૌન તોડ્યું, કહ્યું- હું ધ્યાન નથી આપતી 1 - image


Sonakshi Sinha: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. સોનાક્ષીના લગ્ન દરમિયાન એક એવી માહિતી સામે આવી હતી કે, બંને ભાઈ લવ અને કુશ આ લગ્નથી ખુશ નહતા અને બંનેએ લગ્નમાં પણ હાજરી નહતી આપી. હવે સોનાક્ષીએ આ ખબર વિશે પોતાનું મૌન તોડ્યું છે. એક્ટ્રેસનું કહેવું છે કે, આ વિશે હું વધારે નથી વિચારતી. આ સિવાય તેણે પોતાના ભાઈ કુશ સાથે કરેલા કામનો અનુભવ પણ શેર કર્યો હતો. 

એક ઈન્ટરવ્યૂમાં સોનાક્ષીએ કહ્યું કે, 'સાચું કહું તો હું આ વિશે વધારે નથી વિચારતી. હું ફક્ત કામ પર ફોકસ કરી રહી છું.'

આ પણ વાંચોઃ દિલજીતની નાગરિકતા જ રદ કરો: હાનિયા આમિર અંગે વિવાદ બાદ FWICEની માંગ

ભાઈના કર્યા વખાણ

પોતાના ભાઈ કુશની ફિલ્મ નિકિતા રૉય સાથે કામ કરવા વિશે સોનાક્ષીએ કહ્યું કે, 'મેં અનેક ડિરેક્ટર સાથે કામ કર્યું છે અને મારો હંમેશા પ્રયાસ રહે છે કે હું તેમને સપોર્ટ કરૂ. નવા ડિરેક્ટર્સ ફ્રેશ એનર્જી લઈને આવે છે. કુશને જાણ છે કે, તેને ફિલ્મમાં શું મેળવવાનું છે, તેથી બધાનું જ કામ સરળ થઈ જાય છે.'

આ પણ વાંચોઃ ભારતમાં રિલીઝ નહીં થાય દિલજીતની ફિલ્મ, પાકિસ્તાની અભિનેત્રીના કારણે ભારે ટ્રોલિંગ બાદ નિર્ણય

સોનાક્ષીનો ભાઈ સાથે થયો વિવાદ? 

સોનાક્ષીએ એ પણ કન્ફર્મ કર્યું કે, શૂટિંગ દરમિયાન અમારી વચ્ચે કોઈ કોલ્ડ વૉર ન હતું. મને લાગતું હતું કે, અમારી વચ્ચે નાની-મોટી લડાઈ થશે. પરંતુ, આવું કંઈ ન થયું. સેટ પર અમે વર્ક ઝોનમાં હોઈએ છીએ. ઘણી વસ્તુઓ ચાલી રહી હોય છે, જેના કારણે નાની-મોટી વાતો પર ધ્યાન નથી જતું.'

Tags :