Entertainment

સિતારે જમીન પર ફિલ્મની બે જ દિવસમાં તાબડતોબ કમાણી, આમિર ખાને પોતાનો જ રેકોર્ડ તોડ્યો

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' હાલમાં થિયેટરોમાં લાગી છે. ફિલ્મ 20 જૂનના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મનો રિવ્યુ સારો મળી રહ્યો છે. ફિલ્મ શનિવારે પાસ થઈ ગઈ હતી. આમિર ખાનની ફિલ્મ બીજા દિવસે ધમાલ મચાવી રહી છે. આવો જાણીએ ફિલ્મે કેટલી કમાણી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિતારે જમીન પર ફિલ્મની બે જ દિવસમાં તાબડતોબ કમાણી, આમિર ખાને પોતાનો જ રેકોર્ડ તોડ્યો

Sitaare Zameen Par: આમિર ખાનની ફિલ્મ 'સિતારે જમીન પર' હાલમાં થિયેટરોમાં લાગી છે. ફિલ્મ 20 જૂનના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મનો રિવ્યુ સારો મળી રહ્યો છે. ફિલ્મ શનિવારે પાસ થઈ ગઈ હતી. આમિર ખાનની ફિલ્મ બીજા દિવસે ધમાલ મચાવી રહી છે. આવો જાણીએ ફિલ્મે કેટલી કમાણી કરી છે. 

આ પણ વાંચો: બર્થડે સ્પેશિયલ: ટોમ ક્રૂઝ જેવુ ઘર, ગાડીઓનો કાફલો... અબજોમાં છે સુપરસ્ટાર વિજયની નેટવર્થ

'સિતારે જમીન પર'નું બોક્સ ઓફિસ કલેક્શન

Sacnilk ના આંકડા પ્રમાણે આમિરખાનની 'સિતારે જમીન પર' ફિલ્મે બીજા દિવસે જોરદાર કમાણી કરી છે. ફિલ્મે બીજા દિવસે પહેલા દિવસની તુલનામાં ડબલ કમાણી કરી છે. સિતારે જમીન પર ફિલ્મે બીજા દિવસે 21.50 કરોડનું કલેક્શન કર્યું છે. અત્યારે ફિલ્મના બીજા દિવસના કલેક્શનના ઓફિશિયલ આંકડા સામે નથી આવ્યા, પરંતુ જો ફિલ્મ 21.50 કરોડની કમાણી કરે છે તો, ફિલ્મનું ટોટલ કલેક્શન 32.20 કરોડ થઈ જશે.

આ ફિલ્મનું આર. એસ. પ્રસન્નાએ દિગ્દર્શન કર્યું છે. ફિલ્મને આમિર ખાને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત જેનેલિયા દેશમુખ, બ્રિજેન્દ્ર કાલા અને ડોલી આહલુવાલિયા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: 59 વર્ષના સલમાન ખાનનું દર્દ છલકાયું, આ ખતરનાક બીમારીઓથી પીડાઈ રહ્યો છે 'ભાઈજાન', ખુદ કર્યો ખુલાસો

સિતારે જમીન પરએ તોડ્યો આનો રેકોર્ડ 

આમિર ખાનની 'સિતારે જમીન પર' ફિલ્મે બીજા દિવસની કમાણી મુદ્દે લાલ સિંહ ચડ્ડા અને કેસરી 2 જેવી ફિલ્મોને પાછળ પાડી દીધી છે. લાલ સિંહ ચડ્ડાએ બીજા દિવસે કુલ કલેક્શન 18.96 કરોડ હતી. તો કેસરી -2 એ બીજા દિવસે કુલ 17.5 કરોડનું કલેક્શન કર્યું હતું.