59 વર્ષના સલમાન ખાનનું દર્દ છલકાયું, આ ખતરનાક બીમારીઓથી પીડાઈ રહ્યો છે 'ભાઈજાન', ખુદ કર્યો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image: Instagram @beingsalmankhan |
Salman Khan: 'ધ ગ્રેડ ઈન્ડિયન કપિલ શો'ની ત્રીજી સિઝનના પહેલાં એપિસોડમાં સલમાન ખાન મહેમાન બનીને પહોંચ્યો હતો. સલમાન ખાને કપિલ શર્મા અને ટીમ સાથે ખૂબ મસ્તી કરી હતી. આ દરમિયાન એક્ટરે લગ્ન અને છૂટાછેડાને લઈને પણ વાત કરી હતી. આ વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે, તે અનેક બીમારીનો સામનો કરી રહ્યો છે. જોકે, તેણે કહ્યું કે, આ તમામ સમસ્યા છતાં તે કામ કરવાનું શરૂ રાખે છે.
છૂટાછેડા પર એક્ટરે શું કહ્યું?
સલમાન ખાને લગ્નને લઈને વાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, આજકાલ લગ્નમાં નાની-નાની વાત પર છૂટાછેડા થઈ જાય છે. છૂટાછેડા તો ઠીક પરંતુ અડધા પૈસા લઈને પણ જતી રહી છે.
કઈ બીમારીનો સામનો કરી રહ્યો છે સલમાન ખાન
સલમાન ખાને શોમાં કહ્યું કે, 'હું દરરોજ હાડકા તોડાવી રહ્યો છું, પાંસળીઓ તૂટી ગઈ છે. ટ્રાઇજેમિનલ ન્યૂરાલ્જિયા સાથે કામ કરી રહ્યું છે, હું મારા મગજમાં એન્યુરિઝમની સારવાર પર કામ કરી રહ્યો છું. મને એવી માલફૉર્મેશન છે, જેની સારવાર ચાલી રહી છે. આ બધું જ મારા જીવનમાં ચાલી રહ્યું છે અને મૂડ બહું ખરાબ થઈ ગયું છે.'
આ પણ વાંચોઃ Gen-Z છોકરાઓ તેમની વાસના છુપાવવા પ્રયાસ પણ નથી કરતા, અપૂર્વા મખીજાનો શોકિંગ દાવો
સલમાન ખાનના કામની વાત કરીએ તો તેને છેલ્લીવાર ફિલ્મ સિકંદરમાં જોવા મળ્યો હતો. ફિલ્મ સિકંદર બૉક્સ ઓફિસ પર બહુ સારૂ પ્રદર્શન ન કરી શક્યો. હવે સલમાન ખાન જલ્દી જ ગલવાન ઘાટીમાં થયેલી ઘટના પર ફિલ્મ પર કામ શરૂ કરશે.









