Entertainment

સિદ્ધાંત ગુપ્તાએ તારીખોના અભાવે આમિરખાનની ફિલ્મ લલકાર છોડી

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: આમિર ખાન અને આશુતોષ ગોવારીકરની આગામી ક્રિકેટ ફિલ્મ 'લલકાર'માંથી સિદ્ધાંત ગુપ્તાએ સમયના અભાવે પીછેહઠ કરી છે. સિદ્ધાંત હાલ 'તીન કૌએ' અને પ્રશાંત નીલની ફિલ્મમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 1952માં ભારત-પાકિસ્તાન વચ્ચેની પ્રથમ ટેસ્ટ સિરીઝ પર આધારિત છે, જેમાં આમિર ખાન લાલા અમરનાથની ભૂમિકા ભજવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિદ્ધાંત ગુપ્તાએ તારીખોના અભાવે આમિરખાનની ફિલ્મ લલકાર છોડી
  • સિદ્ધાંત ગુપ્તા તીન કૌએ અને બીજી ફિલ્મમાં વ્યસ્ત
  • લાલા અમરનાથની ૧૯૫૨ની ટેસ્ટ સિરિઝને કેન્દ્રમાં રાખી આમિર ખાનની ફિલ્મ લલકાર બની રહી છે

મુંબઇ : આશુતોષ ગોવારીકર અને આમિર ખાનની 'એક ઓર ક્રિકેટ સાગા લલકારમાં'થી સિદ્ધાંત ગુપ્તા હટી ગયો છે. સિદ્ધાંત ગુપ્તા હાલ 'તીન કૌઅ'ે અને પ્રશાંત નીલની ફિચર ફિલ્મના કામમાં વ્યસ્ત હોઇ 'લલકાર' માટે સમય કાઢી શકે તેમ ન હોઇ તેણે ફિલ્મમાંથી હટી જવાનું પસંદ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ફિલ્મ વિશે હજી સુધી કોઇ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
ઓસ્કરમાં નોમિનેટ થયેલી 'લગાન' ફિલ્મના ૨૫ વર્ષ બાદ આશુતોષ ગોવારીકર અને આમિર ખાન ફરી એકવાર સાથે મળી ક્રિકેટ ફિલ્મ ગાથા લલકાર બનાવી રહ્યા છે. 'લલકાર' ફિલ્મના કેન્દ્રમાં ૧૯૫૨ની ભારત અને પાકિસ્તાન વચ્ચે રમવામાં આવેલી ટેસ્ટ સિરિઝ છે. ભાગલાં બાદ બંને દેશો વચ્ચે રમવામાં આવેલી આ પહેલી ટેસ્ટ ક્રિકેટ સિરિઝ હતી. આમિર ખાન આ ફિલ્મ 'લલકાર'માં લાલા અમરનાથની ભૂમિકા ભજવી રહ્યો છે. લાલા અમરનાથ ભારતીય ક્રિકેટની સ્થાપક હસ્તીઓમાંના એક ગણાય છે. પિરિયડ વેબ સિરિઝ 'જ્યુબિલી'માં સિદ્ધાંત ગુપ્તાનું કામ વખણાયું હતું.