Entertainment
શ્રુતિ હાસનની કોલ મી બેક ટુ સીરીઝમાં એન્ટ્રી
By GS Team
20 Mar 20261 min read

- બહેનોના સંબંધ પરની નવી સીઝનમાં હાસ્ય અને ડ્રામા ભરપુર જોવા મળશે
મુંબઇ: અનન્યા પાંડેની સીરિયલ કોલ મી બેકની સીઝન ટુની તૈયારી થઇ રહી છે. નવા સીઝનમાં હાસ્ય અને ડ્રામા ભરપુર જોવા મળશે.
આ સીરીઝમાં બહેનોની વચ્ચેના ગાઢ સંબંધ જોવા મળશે. આ સીઝનમાં મુખ્ય કલાકારની સાથે નવા કલાકારો પણ સમાવામાં આવ્યા છ.ે જેમાં શ્રુતિ હાસનની એન્ટ્રી થઇ છે. કોલ મી બેકમાં શ્રુતિ હાસન એક મહત્વના રોલ માટે જોવા મળશે. તેની એન્ટ્રીથી વાર્તામાં એક નવો મોડ આવવાની આશા છે. શ્રુતિ જોધપુરમાં શૂટિંગ કરી રહી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તેનું પાત્ર ડ્રામા અને ગ્લેમરનું મિશ્રણ હશે.









