For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિક્વલની હોડ વચ્ચે શ્રદ્ધા કપૂરની સ્ત્રી ફિલ્મની પ્રિક્વલ બનાવવા નિર્ણય

Updated: Jun 20th, 2022

Article Content Image

- શ્રદ્ધા ચંદેરી કેવી રીતે પહોંચી તેની કથા કહેવાશે

- એક ફિલ્મ હિટ થયા બાદ તેને રિસાઈકલ કરતા બોલિવુડ સર્જકો, ભેડિયા ફિલ્મમાં શ્રદ્ધાનું સ્ત્રીનું પાત્ર હશેે 

મુંબઈ: હિંદી ફિલ્મ જગતમાં સિક્વલ બહુ બધી બની છે પરંતુ પ્રિક્વલ પર બહુ જુજ કેસમાં હાથ અજમાવાયો છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હિટ હોરર કોમેડી સ્ત્રીની પ્રિક્વલ બનાવવાની જાહેરાત થઈ છે. તેમાં આ બધાં પાત્રો ચંદેરી ગામમાં પહોંચ્યાં પહેલાં ક્યાં કઈ સ્થિતિમાં હતા તેની કથા કહેવામાં આવશે એવો દાવો કરાઈ રહ્યો છે. 

ે નવી ફિલ્મો માટે સ્ટોરીઓનો દુકાળ પ્રવર્તે છે. નવા સ્ટોરી આઇડિયા સાથે ફિલ્મ હિટ થશે કે કેમ તેવો આત્મવિશ્વાસ સર્જકોએ ગુમાવી દીધો છે. આથી તેઓ પોતાના જુના સ્ટોરી આઇડિયાને જ જુદી જુદી રીતે રિસાઈકલ કરીને તેના પરથી ફિલ્મો બનાવી રહ્યા છે. 

સ્ત્રી, ભેડિયા અને રુહી ફિલ્મોનું એક યુનિવર્સ રચવા પ્રયાસ થઈ રહ્યો છે. મતલબ કે આ ફિલ્મોનાં પાત્રો એકબીજાની ફિલ્મોમાં એન્ટ્રી કરશે. હોલિવુડમાં આ પ્રકારનાં યુનિવર્સના પ્રયાગો થયા છે. હિંદી ફિલ્મોમાં સૂર્યવંશીમાં સિંઘમ અને સિંબા બંનેના પાત્રોની એન્ટ્રી થઈ હતી. હવે શાહરુખ ખાનની પટાણમાં પણ સલમાન ખાનના ટાઈગરના રોલની એન્ટ્રી હશે. 

આ જ લાઈન પર સ્ત્રી, ભેડિયા અને રુહીના પાત્રોનું હોરર કોમેડીનું યુનિવર્સ બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે. તેની સાથે એક અલાયદા ટ્રેક પર સ્ત્રીની પ્રિક્વલ બનશે. તેમાં સારા અલી ખાન ચંદેરી પહોંચી તે પહેલાં તેની જિંદગીમાં શું શું બન્યું હતું અને ફિલ્મના અન્ય પાત્રોની પણ તે પૂર્વેની વાત કહેવામાં આવશે. 

આ ફિલ્મનું શૂટિંગ આવતા ઓગસ્ટ માસમાં શરુ થવાની ધારણા છે. શ્રદ્ધા કપૂરે તાજેતરમાં જ રણબીર કપૂર સાથે સ્પેનમાં એક રોમાન્ટિક ફિલ્મનું શિડયૂલ પૂરું કર્યું છે. 

તાજેતરમાં શ્રદ્ધાનો ભાઈ સિદ્ધાંત બેંગ્લુરુમાં ડ્રગ કેસમાં ઝડપાતાં તેના લીેધે સુશાંત કેસમાં પણ શ્રદ્ધાની પૂછપરછ થઈ હોવાનો ઇતિહાસ  ચર્ચાનો વિષય બન્યો હતો. 


Gujarat